August 8, 2026
ફૂડ ફોર યુ

પંજાબી તડકા દાલ ફ્રાય જીરા રાઈસ

                     દાલ ફ્રાય જીરા રાઈસ

સામગ્રી: તુવેરની દાળ,તેના થી અડધી ચણા દાળ,ડુંગળી, આદુ,લસણ,જીરું,ઘી, ટામેટા, મીઠું,ધાણાજીરું,ગરમ મસાલો, હળદર, લાલ મરચું, સૂકા લાલ મરચાં ૩-૪, હિંગ,કોથમીર,ચોખા.

રીત: સૌ પહેલા ચોખા ૧૦મિનિટ પલાડી લો.તેને પાણી ઉકળે પછી પાણી મા મીઠું,ચોખા નાખી ઓસાવી લો.એક કાણા વાળા વાસણ મા છુટા પાળો. થોડીવાર પછી વધારીયામાં ઘી લઇ જીરું તતળે પછી રાઈસ સાથે મીક્ષ કરો.જીરા રાઈસ તૈયાર.હવે એક વાસણમાં તેલ લઇ તેમાં જીરું નાખી હિંગ, લાલ સૂકા મરચા,પછી ઝીણી કરેલી ડુંગળી નાખો સેકાઈ જાય પછી ક્રશ કરેલા ટામેટાં નાખો તેમાં જરૂર મુજબ મીઠું,લાલ મરચું,હળદર,ધાણાજીરું, થોડો ગરમ મસાલો નાખો ને સીઝવા દો. પછી તેમાં બાફેલી દાળ નાખીને જરૂર પુરતું પાણી નાખી બરાબર ઉકાળો આ દાળ થોડી ઘટ રાખવી ઉકળી જાય પછી વધારીયામાં ઘી લઈ જીરું તતડાવી તેમાં આદું-લસણ ની પેસ્ટ નાખીને વધાર ને દાળ મા નાખો ઉપર ઝીણી કોથમીર નાખી બરાબર મિક્ષ કરી લો. આમ સ્વાદિષ્ટ મજેદાર દાલ ફ્રાય તૈયાર છે.

ટિપ્સ:

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

(આ દાલ ને રાઈસ સાથે સ્વાદિષ્ટ લાગે છે સાથે અડદ પાપડ, ટામેટા, ડુંગળી, કોબીજ, નું સલાડ સરસ લાગે છે)

Related posts

લોકડાઉન માં ઘરે બેઠા બનવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

Ahmedabad Samay

કાળ ઝાળ ગરમી માં બનાવો ઠંડા ઠંડા કુલ કુલ જ્યૂસ

Ahmedabad Samay

અપચો અને ઉબકા જેવી સમસ્યાઓ માટે ઘરમાં બનાવીને રાખો હિંગનું અથાણું, જાણો તેને બનાવવાની પરંપરાગત રીત

Ahmedabad Samay

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને લાજવાબ હાંડવો.

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

પંજાબી તડકા “પાલક કોર્ન ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો