કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
• કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે .
• સમગ્ર ગુજરાતમાં કન્ટન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે.
• કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
• ભારત સરકારના ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો કડક અમલ કરાશે.
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહિં.
• આ બાબતોમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ ક્લાસ, જિમ, સ્વીમીંગ પૂલ, બાગ – બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે.
• શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી.
• આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે કોરેન્ટાઈન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ રહેશે.
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આ સિવાયની ગતિવિધિઓમાં મોટાપાયે છૂટછાટ આપવામાં આવશે.
• અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ ચાલુ કરવા દેવાશે.
• બીજા તબક્કામાં આ બે શહેરો અંગે નિર્ણય કરવામાં આવશે.
• એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે.
• માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે.૫૦ ટકા દુકાનો એક દિવસે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે.
• દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાચં કરતા વધુ ગ્રાહકો રહિ શકશે નહિં.
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં.
• સાબરમતી નદીની પશ્રિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ વેપાર, ધંધા, ઓફિસો ચાલુ કરવા દેવાશે.
• અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારોમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી.
• સમગ્ર ગુજરાતમાં એસ. ટી. બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં
• લગ્ન સમારોહ માટે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે.
• કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે ૨૦ વ્યક્તિઓને અનૂમતિ અપાશે.
• કેન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ માત્ર ટેઈક અવે ને મંજૂરી આપવામાં આવશે.
• વાળંદની દુકાનો – બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે.
• સમગ્ર રાજ્યમાં ૬૦ ટકા કેપેસિટી સાથે પબ્લીક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે.
• કેબ, ટેક્ષી અને કેબ એગ્રીગ્રેટર્સની સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર વધુમાં વધુ બે પેસેન્જર સાથે ચાલુ કરવા દેવાશે.
• પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્ષીની સેવાઓ બંધ રાખવામાં આવશે.
• સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરવાના હેતુથી ચાલુ રાખી શકાશે. પરંતુ હોમ ડિલીવરી માટે જનારા વ્યકિતનું સંપૂર્ણ આરોગ્ય પરિક્ષણ, હેલ્થકાર્ડ પણ કરાવવાનું રહેશે જેથી તે સુપર સ્પ્રેડર ન બને અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાવે.
• રાજ્યમાં સિટી લિમીટ બહાર રોડ સાઈડ ઢાબાને પણ ચાલુ કરવા દેવાશે.
• ૩૩ ટકા કેપેસિટી સાથે પ્રાયવેટ ઓફિસીસ પણ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ચાલુ કરવા દેવામાં આવશે.
• પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે.
• તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન્સ સમગ્ર રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે.
• પ્રાયવેટ કાર અને ટૂ વ્હીલર્સને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ મળશે.
• ટૂ વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાયવર ઉપરાંત બે વ્યક્તિઓ અવર – જવર કરી શકશે.
• સુરતમાં ઓડ – ઈવન નંબર પ્રમાણે ટેક્ષટાઈલ માર્કેટ ચાલુ કરી શકાશે.
• ડાયમન્ડ, વિવિંગ અને પાવર લૂમ્સ યુનિટોને પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું આવશ્યક રહેશે.
• સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો ગુડ્સ ટ્રાન્સપોર્ટને પરવાનગી આપવામાં આવશે.
• આ સૂચનાઓ – ગાઈડલાન્સ ૧૯મી મે મંગળવારથી ૩૧મી મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે.
આ બધી જ સૂચનાઓ સાથો સાથ સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને રૂ. ૨૦૦નો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહિં પહેરનારાઓને પણ ૨૦૦ રૂપિયા દંડ કરાશે.