વાટીદાળ ના ખમણ
સામગ્રી: ચણાની દાળ ૨૫૦ગ્રામ,દહીં ૫૦ગ્રામ,૩-૪લીલા મરચાં, થોડી કોથમીર,૧ ચમચી સાદો ઈનો, હળદર, મીઠું,તેલ, રાઈ, હિંગ, ખાવાનો સોડા,તલ,
રીત: ચણાની દાળ ને આખી રાત પલાડી સવારે નિતારી કકરી વાટીને તેમાં દહીં, ચપટી સોડા નાખી બરાબર ફીણી લઈ તેને ૮-૧૦ કલાક સુધી આથી રાખવા મૂકવું.તેમાં,જરૂર મુજબ મીઠું, હળદર, વાટેલા લીલા મરચાં, છેલ્લે ઇનો નાખીને બરાબર મિક્ષ કરો પછી થાળી માં તેલ લગાવી થોડીવાર ગરમ થાય પછી તેમાં બનાવેલ ખીરું પાથરી ઢોકળા ની જેમ વરાળ થી બાફી લો બહાર નીકાળી થોડી વાર પછી કાપી લો.એક વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ તતળે એટલે તેમાં હિંગ, તલ નાખી ને ૧ ચમચો પાણી નાખીને ગરમ થાય પછી ખમણ ઉપર રેડી દો.ઉપર જીણી કારેલ કોથમીર નાખી ખમણ ને થાળી માંથી ઉખાડી બરાબર મિક્ષ કરી લો.અને ટેસ્ટી ખમણ નો આનંદ લો.
ટિપ્સ:
(આ ખમણ ને કઢી, લીલી ચટણી, ટોમેટો કેચપ, તળેલા લીલા મરચા સાથે ખાઈ શકા)