August 12, 2026
ગુજરાતજીવનશૈલીદેશ

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાઈરસએ  હાહાકાર મચાવ્યો છે કોરોનાની અસરકારક વૅક્સીન ના મળે, ત્યાં સુધી તકેદારી રાખવી એ એક માત્ર ઉપાય છે,લોકો પણ કોરોનાની કારગર વૅક્સીનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.ત્યારે હવે નવા વર્ષે આતુરતાનો અંત આવ્યો છે  જેમાં મંજૂરી મળ્યા બાદ ભારતમાં કોરોના વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં, અમદાવાદની અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી પર તેનું ટ્રાયલ  કરવામાં આવી રહ્યું છે.

કોરોના વૅક્સીન “કોવૈક્સીન”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ આજથી દેશના 26 હજાર વોલેન્ટિયર્સ પર કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને સોલામાં આવેલ સિવિલ હોસ્પિટલમાં  કોરોનાના ગંભીર દર્દીઓની પસંદગી કરી તેમના પર ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ વૅક્સીનના ટ્રાયલ પહેલા દર્દીઓની સંમતિ લેવામાં આવી હતી.

Related posts

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો