સુત્રો અનુસાર દિલ્હી પોલીસને બંને આતંકીઓ વિશે માહિતી મળ્યા બાદ બંનેની ધરપકડ માટે ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું.જે પગલે સોમવારે મોડી રાત્રે જૈશ એ મોહમ્મ્દના બે આતંકીઓને સરાયકાલે ખાના મિલિનિયમ પાર્ક પાસેથી પકડવામાં દિલ્હી પોલીસને સફળતા મળી હતી, તેમજ આ આતંકીઓ પાસેથી હથિયાર પણ મળ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના સુત્રોએ આપેલ માહિતી અનુસાર ધરપકડ કરાયેલ આતંકીઓ જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના રહેવાસી અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામના રહેવાસી અશરફ ખતાના તરીકે થઈ છે.