આજ રોજ એ.એમ.ટી.એસ.ના ચેરમે શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર સવારે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી.
અને મુસાફરી કરી રહેલા પ્રજાજનો સાથે વાર્તાલાપ કરી અને તેમની કોઇ સમસ્યાઓ હોય કે કોઇ હાલાકીનો સામનો કરવો પડતો હોય તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આવનારા સમયમાં મુસાફરોને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે.