August 8, 2026
ધર્મ

વર્લ્ડટુર પહેલા આ સ્થળો પર મુલાકાત કરજો, ગરમીમાં ફરવા લાયક અદભુત સ્થળો

જૂન જુલાઈની કડકડતીગરમી થી બચવા માટે બજેટમાં ફરવા લાયક સ્થળો જ્યાંથી તમને પાછા આવાની ઈચ્છા પણ ન થાય અને ગરમીને ને ભૂલી જાવ તેવા જબરદસ્ત સ્થળ અમુક તો એવા સ્થળ છે કે તમે સ્વિજલેન્ડ ને પણ ભૂલી જાવ, જો આપ વર્લ્ડટુર કરવાના હોવ તો તે પહેલાં એકવાર આ સ્થળો પર મુલાકાત લઇ આવજો

યેરકડ. તમિલનાડુનું ખુબ પ્રખ્યાત સ્થળ છે. આ સ્થાન કોફી અને મસાલાવાળા બગીચા માટે પણ જાણીતું છે. આ માત્ર એક સુંદર સ્થળ જ નથી, પરંતુ તમે અહીં ટ્રેકિંગની મજા પણ લઈ શકો છો. અહીંના ધોધના દ્રશ્યો મનને શાંતિ આપે છે. આ સિવાય અહીં આવીને તમે જાપાની પાર્ક, અન્ના પાર્કનો નજારો પણ જોઈ શકો છો.

શિમલા ખુબ જાણીતું હિલ સ્ટેશન છે. જે કુદરતી સૌંદર્યથી ભરેલું છે. મે-જૂનની ભીષણ ગરમીથી બચવા માટે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. બરફથી ઘેરાયેલા પહાડો આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. મનાલી હરિયાળી અને પર્વતોથી ઘેરાયેલું સુંદર સ્થળ છે. અહીંની શુદ્ધ હવા તમારો બધો થાક દૂર કરશે. અહીં તમે પેરાગ્લાઇડિંગ, બાઇકિંગ, રિવર રાફ્ટિંગની મજા લઈ શકો છો. આ સાથે જ અહીં ઠંડીની સિઝનમાં હિમવર્ષા બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે.

લક્ષદ્વીપ ૩૬ થી વધુ નાના ટાપુઓમાં વહેંચાયેલું છે. આ તમામ ટાપુઓ પર કોરલ રીફ, રેતાળ દરિયાકિનારા અને સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે. પ્રદૂષણમુક્ત હવા, શુદ્ધ પાણી તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં તમે સંપૂર્ણ રીતે કુદરતી આનંદ અને આરામનો આનંદ માણી શકો છો.

લદ્દાખ બાઇક પ્રેમીઓ માટે સૌથી પ્રિય સ્થળ છે. ઉનાળામાં અહીં જવાથી રાહત થાય છે. અહીં તમે વિવિધ પ્રકારના ખડકોનો આનંદ માણી શકો છો. વિવિધ પ્રકારના તળાવો અને નુબ્રા વેલી અહીંની શાન છે. લદ્દાખના રસ્તાઓ પર બાઇક રાઇડ પર જવાની પણ એક અલગ જ મજા છે. જ્યારે આપણે ઉનાળાથી રાહત મેળવવાની વાત કરી રહ્યા છીએ,

કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરના પર્વતો, બગીચા અને અનેક પ્રકારના તળાવો તેની સુંદરતામાં વધારો કરે છે. અહીંનું દાલ તળાવ સૌથી પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. હાર્સિલી હીલ્સ એક પ્રકારે સ્વર્ગ છે. જો તમારે પહાડોના દ્રશ્યો જોવા હોય તો નિશ્ચિતરૂપે તમારે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. જો તમે રોજબરોજના જીવનથી કંટાળી ગયા છો તો અહીં આવીને તમને રાહત મળશે. અહીં તમને તમામ સ્થળે મોન્ગે, ગુલમોહર, દુધિયા ગુલમોહર અને નીલગીરીના ઝાડ મળશે. જો તમને પ્રકૃતિ સાથે સમય પસાર કરવો ગમે છે તો આ સ્થાન તમારા માટે શ્રેષ્ઠ છે. અહીં તમે રેપ્લિંગ, ટ્રેકિંગની પણ મજા લઇ શકો છો.

દાર્જિલિંગ તેના ચાના બગીચાઓ માટે સુપ્રસિદ્ધ છે. જો તમે દાર્જિલિંગની સાચી સુંદરતા જોવા માગતા હોવ તો સવારનો સમય શ્રેષ્ઠ છે. અહીં અનેક પ્રકારના મઠો પણ જોઈ શકાય છે. અહીંનું સ્વચ્છ અને ઠંડીભર્યું વાતાવરણ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.

 

ઉત્તરાખંડનું ઔલી ભારતના સૌથી ઠંડા સ્થળોમાંથી એક છે. સુરજની કિરણો સાથે અહીંની હરિયાળી કોઈ પણ વ્યક્તિનું મન આકર્ષિત કરે છે. અહીં લોકો ટ્રેકિંગની મજા માણી શકે છે. ઔલીમાં વાતાવરણ હંમેશા ઠંડુ રહે છે. સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે તો અહીં હિમવર્ષા થાય છે. હિમવર્ષા બાદ અહીં આહલાદક દ્રશ્યો જોવા મળે છે.

Related posts

આ તારીખો પર જન્મેલા લોકો તેમની ઇચ્છાના માસ્ટર હોય છે, તેમને રાહુના આશીર્વાદ મળે છે; અચાનક બને છે શ્રીમંત

Ahmedabad Samay

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા 

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો