November 7, 2026
કોર્ટ
ગુજરાત

અમદાવાદમાં માતાના કથિત અત્યાચારથી ત્રસ્ત 15 વર્ષનો કિશોર પહોંચ્યો હાઈકોર્ટના શરણે, દાદા-દાદી સાથે રહેવાની માગ

અમદાવાદ: ગુજરાતમાં બાળ સુરક્ષા અને કૌટુંબિક સંબંધોને લઈને ગંભીર સવાલો ઊભા કરતો એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી માતા દ્વારા કથિત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે 15 વર્ષનો કિશોર ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. કિશોરે મોરબીમાં રહેતા દાદા-દાદી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી પોતાની સુરક્ષા માટે કોર્ટ પાસે ન્યાયની માગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કિશોરના માતા-પિતાના વર્ષ 2020માં છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેની કસ્ટડી માતાને સોંપવામાં આવી હતી. જ્યારે તેના પિતા નોકરી અર્થે આફ્રિકાના અંગોલામાં રહે છે અને પિતૃ પક્ષનું પરિવાર મોરબીમાં વસે છે.

કિશોરે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાં માતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અરજી મુજબ, માતા તેની પાસે મજૂરી કરાવતી હોય તે રીતે ઘરકામ કરાવતી હતી તેમજ વારંવાર ગાળો આપીને મારઝૂડ કરતી હતી. એટલું જ નહીં, ઘરમાં એકલો હોય ત્યારે વીજળીનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કિશોરે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે એક પ્રસંગે તેની માતાએ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પરિસ્થિતિમાં ગભરાઈ ગયેલા કિશોરે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી હતી.

માતાના કથિત ત્રાસથી દૂર થઈ કિશોર મોરબી ખાતે રહેતા પોતાના દાદા-દાદી પાસે પહોંચી ગયો હતો. આ મામલે તેણે અગાઉ બાળ કલ્યાણ સમિતિ અને પોલીસ સમક્ષ પણ પોતાની રજૂઆત કરી હતી. જોકે, કિશોરના જણાવ્યા અનુસાર, તેની ફરિયાદો બાદ પણ બાળ સુરક્ષા સંબંધિત કાયદા હેઠળ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આખરે કિશોરે ગુજરાત હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરીને ન્યાયની માગ કરી છે. તેણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે બાળ કલ્યાણ સમિતિને તેની ઇચ્છા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને નિર્ણય લેવા સૂચના આપવામાં આવે. સાથે જ તેને મોરબીમાં રહેતા દાદા-દાદી પાસેથી અલગ ન કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.

15 વર્ષના કિશોરે પોતાની સુરક્ષા અને ભવિષ્યને લઈને કોર્ટના દરવાજા ખખડાવતાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ સંવેદનશીલ કેસમાં ગુજરાત હાઈકોર્ટ શું વલણ અપનાવે છે અને કિશોરના હિતમાં શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે.

Related posts

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

૧૨૦૦ બેડમાં સેવા આપતા એક સેવકની આંખો દેખી વ્યથા,એક સામાન્ય નાગરિક ની લાગણી : મજાક ના સમજતા કોરોના ને

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

અમદાવાદમાં મિત્રતા કેળવી લોકો સાથે 19.49 લાખની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો