August 9, 2026
ધર્મ

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તોને બદ્રીનાથના દર્શન કરવાની આતુરતા હોય છે 30 એપ્રિલથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરુ થઈ છે  માન્યતા પ્રમાણે જે ચાર ધામના દર્શન કરી લે છે, તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

ઉત્તરાખંડના હિમાલયી ગઢવાલ પ્રદેશના બદ્રીનાથ શહેરમાં આવેલા બદ્રીનાથ લગભગ 3100 મીટરની ઉંચાઈએ આવેલું છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે મંદિરમાં જવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે. આ વર્ષે 2025માં બદ્રીનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે, ભક્તો કયા શુભ સમયે દર્શન કરી શકશે.

બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે. 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ બદ્રીનાથના કપાટ ખુલવા જઈ રહ્યા છે. બદ્રીનાથ ધામના કપાટ આજ રોજ સવારે 6 વાગ્યે ખુલશે. બદ્રીનાથને ચારધામ યાત્રાનો છેલ્લો પડાવ માનવામાં આવે છે. અહીં ગયા વિના ચારધામ યાત્રા અધૂરી માનવામાં આવે છે.

ધામના કપાટ ખોલતા પહેલા બદ્રીનાથ મંદિર અને વિશાળ સિંહદ્વારને 25 ક્વિંટન ફૂલોથી સજાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રવિવારે કપાટ ખુલતા પહેલા જ શનિવાર સાંજથી દર્શન પથ પર તીર્થ યાત્રીઓની લાઈનો લાગી ગઈ છે.

Related posts

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

રાજકોટમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા: વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા, ફુલફાગનાં ઉત્સવનું આયોજન

Ahmedabad Samay

જો તમે ધંધામાં પ્રગતિ કરવા માંગો છો તો તમારી ઓફિસમાં વાસ્તુના નિયમોનું ધ્યાન રાખો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો