September 22, 2026
દેશરાજકારણ

બંગાળની ચૂંટણી માટે ભાજપે વધુ ૧૩ ઉમેદવારોની જાહેરાત કરી,મિથુન ભાજપ માટે હાલ ચૂંટણી પ્રચાર જ કરશે

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બંગાળની ચૂંટણી માટે ભાજપે મંગળવારે વધુ ૧૩ ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે, આ લિસ્ટમાં બોલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તીનું નામ નથી, જેઓ થોડા દિવસો પહેલા જ ભાજપમાં જોડાયા હતા. અત્યાર સુધી મળેલા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, મિથુન ભાજપ માટે હાલ ચૂંટણી પ્રચાર જ કરશે, પરંતુ તેમને ચૂંટણી લડાવાશે નહીં.

મિથુન ચક્રવર્તીને બંગાળમાં રાસબિહારી બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી ચર્ચા હતી. જોકે, મંગળવારે જાહેર થયેલી ભાજપની યાદીમાં આ બેઠક પરથી રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ સુબ્રત સાહાને દાવેદાર બનાવાયા છે. સુબ્રત સાહા કાશ્મીર ખીણમાં લાંબો સમય કામ કરી ચૂક્યા છે અને તેમને એક સીનિયર આર્મી ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે.

 

Related posts

નીતિશ કુમારે રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

આ ગુજરાત અમે બનાવ્યું છે આ સુત્ર ગુજરાતના વિકાસ યાત્રાની ઓળખ છે – સુઘીર ગુપ્તા

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં કમાલકોટ સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાને ગોળીબાર. ભારતીય સેનાના વળતા જવાબમાં પાકિસ્તાન ઘબરાયું, પાક.ના ૦૮ સૈનિકો ઠાર

Ahmedabad Samay

TCS ધર્માંતરણ અને શોષણના કેસ બાબતે નાસિક રોડ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં 1,500 પાનાની વિગતવાર ચાર્જશીટ દાખલ

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો