November 15, 2026
ગુજરાત

પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, પરંતુ કોરોના સામે લડવા માટે સૌથી વધુ જો કોઈ વસ્તુ જરૂરી હોય તો તે છે દર્દીની મજબૂત ઈચ્છા શક્તિ. આમ તો સંગીત મનોરંજનનું સાધન છે, પરંતુ આ સાથે જ તે આપણા માનસિક સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવામાં અને તનાવ ઓછો કરવામાં અસરકારક માનવામાં આવી રહ્યો છે. કોરોનાના આવા કપરા સમયમાં જ્યારે કોરોનાએ અનેક પરિવારોનો માળો પીંખી નાંખ્યો છે, ત્યારે વડોદરાની પારુલ યુનિવર્સિટી સ્થિત પારૂલ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં દર્દીનો ડર દૂર કરવા અને તેમનો આત્મવિશ્વાસ વધવા સાથે તેઓ જલ્દી સ્વસ્થ થઈને ઘરે જાય તે માટે પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પારુલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારવાર લઈ રહેલા સંક્રમિત દર્દીઓને મનોરંજન પૂરૂ પાડીને તેમનો તનાવ ઓછો કરવા માટે ગીતો સાથે ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો વીડિયો પણ યુ-ટ્યૂબ પર લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.

આ  હોસ્પિટલનો સ્ટાફ પીપીઈ કિટ પહેરીનો કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ વચ્ચે સંગીતના તાલે પર ફિલ્મી ગીત પર કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોરંજન કરી રહ્યાં છે. હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ હિન્દી ફિલ્મના સુપરહીટ સોંગ “સોચના ક્યાં જો ભી હોગા દેખા જાયેગા”ના તાલે ઝૂમી રહ્યાં છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કોવિડ વોર્ડમાં દાખલ યુવાથી લઈને વયસ્ત તમામ દર્દીઓ હોસ્પિટલ સ્ટાફ સાથે ફિલ્મી ગીત પર ગરબા રમીને પોતાનો દર્દ ભૂલી રહ્યાં છે.

Related posts

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

અમદાવાદ થી ગુમ થયેલ છે.

Ahmedabad Samay

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકા મા આંગણવાડી કેન્દ્રો માં પોષણ ટ્રેકર એપ્લીકેશન ની ટ્રેનીંગ જન સેવા કેન્દ્ર દ્વારા આપવામા આવી

Ahmedabad Samay

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો