September 21, 2026
તાજા સમાચારદુનિયાદેશરમતગમત

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં ટી20 વિશ્વકપની રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમોએ ખરાબ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. પાકિસ્તાને 170 રનનુ લક્ષ્ય ભારત સામે 8 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ. જેની સામે ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી

પાવર પ્લેમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ જબરદસ્ત ભાગીદારી રમત રમીને ભારતને લક્ષ્ય તરફ આગળ વધાર્યુ હતુ.

ભારતીય ટીમની શરુઆત પણ ખરાબ રહી હતી. ભારતીય સુકાની રોહિત શર્મા અને કેએલ રાહુલ બંને ઓપનરો ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. આમ ભારતીય ટીમ પિછો કરવાની શરુઆતે જ ધીમી રમત રમવા મજબૂર બન્યુ હતુ. પ્રથમ વિકેટના રુપમાં કેએલ રાહુલ આઉટ થયો હતો. તે માત્ર 4 રનનુ યોગદાન નોંધાવી નસીમનો બોલ રાહુલના બેટની ઉપરની ધાર લઈને સ્ટંપમાં અથડાતા બોલ્ડ થયો હતો.

ત્યાર બાદ રોહિત શર્મા પણ ઈનીંગની ચોથી ઓવરમાં આઉટ થયો હતો. હારિસ રઉફના બોલ પર રોહિત શર્મા સ્લિપમાં પોતાનો કેચ આપી બેઠો હતો. જ્યાં પ્રથમ સ્લિપમાં ઇફ્તિખારે કેચ ઝડપતા રોહિત પણ 4 રનના યોગદાન સાથે પરત ફર્યો હતો. આમ 10 રનના ભારતીય ટીમના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યકુમાર યાદવે આક્રમક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ હરિસ રઉફનો શિકાર બન્યો હતો. તે 10 બોલમાં 15 રન નોંધાવી પેવેલિયન પરત ફર્યો હતો. આમ 26 રનમાં જ ભારતે 3 વિકેટ ગુમાવી દેતા મુશ્કેલી સર્જાઈ હતી.

પાવર પ્લેમાં ભારતની મુશ્કેલી વધતી જ રહી હતી અને ચોથી વિકેટ પણ ઝડપથી ગુમાવી દીધી હતી. અક્ષર પટેલના રુપમાં ભારતે ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલ સિંગલ રન ઝડપથી ચોરી લેવાના ચક્કરમાં રન આઉટ વિકેટ ગુમાવી બેઠો હતો. તે માત્ર 2 રન જ નોંધાવી શક્યો હતો. આમ પાવર પ્લેના અંત સાથે આ ચોથી વિકેટ ભારતે ગુમાવી દીધી હતી

વિરાટ કોહલીએ શાનદાર રમત દર્શાવી હતી. વિરાટ અને હાર્દિક પંડ્યાએ શાનદાર રમત બતાવી હતી. બંનેની રમતે ભારતીય ટીમને લક્ષ્યની નજીક પહોંચાડ્યુ હતુ. બંનેની રમતે મેચને દીલધડક બનાવી દીધી હતી. બંનેએ રોમાંચક મેચને શાનદાર અંદાજમાં આગળ વધારી હતી. વિરાટ કોહલીએ પિચ પર સેટ થયા બાદ ટીમને માટે ઉપયોગી રન નિકાળવા શરુ કર્યા હતા. તેણે શાનદાર અડધી સદી નોંધાવી હતી. હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. તેણે ઈનીગમાં 2 છગ્ગા નોંધાવ્યા હતા.

Related posts

શેફાલી વર્માની આક્રમક બેટિંગ સામે હારી ગુજરાતની ટીમ, દિલ્હી કેપિટલ્સનો 10 વિકેટથી વિજય

Ahmedabad Samay

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્‍યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

ફ્રેન્ડશીપ ડે 2023: ફ્રેન્ડશીપ ડે શું છે, શા માટે ઉજવવામાં આવે છે અને ઓગસ્ટના પહેલા રવિવારે શા માટે ઊજવાય છે?

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

Ahmedabad Samay

IND Vs AUS: એડમ ઝમ્પા ODI શ્રેણીમાં ભારત માટે બની શકે છે સમસ્યા, 2019 વર્લ્ડ કપ પછીના આંકડા છે આશ્ચર્યજનક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો