August 9, 2026
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં  ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં  ‘સમાનતા ફાઉન્ડેશન’ દ્વારા નોન કસ્ટોડિયલ પેરેન્ટ્સ (પિતા)’ના બાળકોને તેમના ઘરે જઈને સાન્ટા કલોઝનો કોસ્ચ્યુમ પહેરીને તથા વિવિધ કાર્ટૂન કેરેક્ટરના માસ્ક સાથે બાળકોને ગિફ્ટ, બલૂન, ટેડીબીયર, ચોકોલેટ આપવામાં આવી હતી.
તદ્દઉપરાંત ‘સમાનતા ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના અમુક  રહેણાંક વિસ્તારમાં જઈને પણ બાળકોને બલૂન, ચોકોલેટ, ગિફ્ટ આપવામાં આવી હતી. આ સિવાય ‘સમાનતા ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના અમુક સ્લમ વિસ્તાર (લખુડી તળાવ, સાબરમતી, નરોડા વગેરે) ના ગરીબ બાળકોને પણ ફૂડ પેકેટ્સ, બલૂન, ચોકોલેટ, ગિફ્ટ આપવામાં આવી હતી.

ક્રિસમસ માં નાના બાળકોના ઘરે જઈને ભેટ આપનાર હેતાળ ‘ફાધર’ એટલે “સાન્ટા કલોઝ-ફાધર નિકોલસ” (હસમુખો ચહેરો, સફેદ દાઢી, હાથમાં બેલ, ભેટનો થેલો અને લાલ કલરનો કોટ પહેરેલ વ્યક્તિ) બાળકોને ગિફ્ટ, બલૂન, ચોકોલેટ, ટેડીબીયર આપ્યા હતા,

સમાનતા ફાઉન્ડેશન – ફાધર્સ ગ્રુપ દ્વારા “સાન્ટા કલોઝ-ફાધર નિકોલસ” બનીને આ તહેવાર અમદાવાદમાં ઉજવયો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકોને સાન્ટા કલોઝ તરફથી ગિફ્ટ, ચોકલૅટ મળતાં તેઓ ખુબ જ ખુશખુશાલ થઇ ગયા હતા. આવા કાર્યક્રમથી નાના બાળકોને સાન્ટા કલોઝ-ફાધર નિકોલસ સ્ટોરી વાસ્તવિકમાં પણ બની શકે છે તેવી પ્રતીતિ કરાવી તથા ફાધર્સ ગ્રુપના સભ્યોએ પણ બાળકો સાથે આનંદનો સમય માણી એક અનહદ-આત્મીય આનંદની અનુભૂતિ કરી હતી.

Related posts

મોદીની સાથે લગભગ 40 મંત્રીઓએ શપથ લીધા,જાણો તમામ નવા મંત્રી વિશે, આ લોકો બન્યા નવા મંત્રી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

પોલીસ બેડામાં ૦૯ પોલીસ ઇન્સ્પેક્ટરોની થઇ બદલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો