August 9, 2026
ગુજરાત

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર અને ડી- માર્ટ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે તા. 15/03/ 2023 ના રોજ સવારે 10:00 કલાકે ડી- માર્ટ, ક્રોમા શોરૂમ પાસે, આસ્થા હોસ્પિટલ ની સામે સરગાસણ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં દેશની પ્રસિદ્ધ રિટેલ સર્વિસ કંપની ડી- માર્ટ ભાગ લેશે. જેમાં સેલ્ફ એસોસિયેટ, કેશિયર, પેકર, હાઉસ કીપિંગ, ફેસીલીટી સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ સહિતની જગ્યા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેઓ ધો.8 પાસ, 10 પાસ કે 12 પાસ થયા હોય તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 25 વર્ષની વય ધરાવતા અને હાઉસ કીપિંગ તથા સિક્યુરિટી માટે 18 થી 40 વર્ષની વય ધરાવતા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે ભરતી મેળાના સ્થળ પર પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ડોક્યુમેન્ટ અને બાયોડેટા સહિત ઉપસ્થિત રહેવાનું રહેશે.

  વધુ માહિતી માટે રોજગાર હેલ્પલાઇન નંબર 63 57 390390 પર ફોન કરી અથવા જિલ્લા રોજગાર કચેરી સી-વિંગ, પ્રથમ માળ, સહયોગ સંકુલ ,સેક્ટર 11 ગાંધીનગરની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી શકો છો.

Related posts

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો