July 28, 2026
ટેકનોલોજી

Itel Pad One લોન્ચ, IPad જેવી ડિઝાઇન અને ઓછી કિંમતમાં 6000mAh બેટરી, જાણો ફીચર્સ

Itel Pad One Price: Itel એ તેનું પહેલું ટેબલેટ ભારતમાં લોન્ચ કર્યું છે. ઓછા બજેટમાં આ ટેબલેટ મોટી સ્ક્રીન અને આઈપેડ જેવી ડિઝાઈન સાથે આવે છે. Itel ભારતમાં સ્માર્ટફોન, ફીચર ફોન અને અન્ય પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. ચાઈનીઝ બ્રાન્ડે પણ આ વર્ષની શરૂઆતમાં તેનું ટીવી લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ Itel Pad One ટેબલેટ લોન્ચ કર્યું છે.

બ્રાન્ડનું ટેબલેટ 4G સપોર્ટ સાથે આવે છે. આમાં કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ડિવાઇસમાં મોટી સ્ક્રીન, 128GB સ્ટોરેજ અને 8MP રીઅર કેમેરા છે. ચાલો જાણીએ Itel Pad Oneની કિંમત અને અન્ય ફીચર્સ.

કિંમત કેટલી છે?
ટેબલેટ બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે – લાઈટ બ્લુ અને ડીપ ગ્રે. તમે તેને માત્ર એક કોન્ફીગ્રેશનમાં ખરીદી શકો છો. Itel Pad Oneના 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો.

સ્પેશિફિકેશન શું છે?
નેનો સિમ સપોર્ટ સાથે Itel Pad Oneમાં 10.1-ઇંચ HD + IPS LCD ડિસ્પ્લે છે, જે 1280×800 પિક્સેલ રિઝોલ્યુશન છે. ડિવાઇસ ઓક્ટા-કોર SC9863A1 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 4GB રેમ અને 128GB સ્ટોરેજ છે. માઇક્રો એસી કાર્ડની મદદથી સ્ટોરેજને 512GB સુધી વધારી શકાય છે.

ટેબ્લેટ એન્ડ્રોઇડ 12 ગો એડિશન પર કામ કરે છે. તેમાં 8MPનો સિંગલ રિયર કેમેરા છે. ફ્રન્ટમાં 5MP ઓટોફોકસ કેમેરા ઉપલબ્ધ છે. ડિવાઇસને પાવર કરવા માટે, 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ટેબલેટમાં ડ્યુઅલ સ્પીકર, 3.5 એમએમ ઓડિયો જેક અને ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ ઉપલબ્ધ છે.

આના પર તમને કોલ કરવાની સુવિધા પણ મળે છે. તમને આઈટેલની મોટાભાગની પ્રોડક્ટ્સ એન્ટ્રી લેવલ માર્કેટમાં મળે છે. કંપનીએ તાજેતરમાં તેની સ્માર્ટ ટીવી રેન્જ પણ લૉન્ચ કરી છે, જે 32-ઇંચ અને 43-ઇંચ સ્ક્રીન સાઇઝમાં આવે છે.

Related posts

એઇટીન ડીજીટલે કોરોના કાળમાં ડીજીટલ પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવ્યો,ડીજીટલ માર્કેટમાં ગુજરાતની ફાસ્ટેટ ગ્રોથ કરતી કંપની એટલે એઇટીન ડીજીટલ

Ahmedabad Samay

Netflix એ ભારતમાં બંધ કર્યું પાસવર્ડ શેરિંગ, યુઝર્સને કહ્યું – ઘરની મેમ્બરશિપ ઘરમાં રાખો

Ahmedabad Samay

બેંગલુરુ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ ‘ગેલેક્સી આઈ સ્પેસ’ (GalaxEye) દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક સેટેલાઇટ ‘દ્રષ્ટિ’ (Drishti) નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું

Ahmedabad Samay

OnePlus Padની કિંમત લીક, પાવરફુલ ફીચર્સથી સજ્જ, Apple iPadને આપશે સીધી ટક્કર

Ahmedabad Samay

બદલાવા જઈ રહ્યો છે ગૂગલ સર્ચનો અંદાજ, AIની મદદથી મોટા આર્ટિકલને નાના કરી શકાશે

Ahmedabad Samay

IPhone 13 પર 10,000 રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ, Flipkart લાવ્યું છે આ શાનદાર ઑફર

admin

એક ટિપ્પણી મૂકો