Samsung Galaxy S23 FE: સેમસંગ ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જેનું નામ Samsung Galaxy S23 FE હશે. આ ફોન સેમસંગની ફ્લેગશિપ સિરીઝ Samsung Galaxy S23 ની ફેન એડિશન છે. આ લેટેસ્ટ લીક બતાવે છે કે સેમસંગે ફોનની ગેલેક્સી ફેન એડિશન સિરીઝ પૂરી કરી નથી.
સેમસંગે જાન્યુઆરી 2021માં Galaxy S21 FE લોન્ચ કર્યો હતો અને તે પછી Galaxy S22 FE લોન્ચ કર્યો ન હતો. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી હતી કે કંપનીએ તેના પરવડે તેવા સ્માર્ટફોનને બંધ કરી દીધા છે. પરંતુ નવીનતમ અહેવાલો સૂચવે છે કે કંપની ગેલેક્સી ફેન એડિશન સાથે ચાલુ રાખશે.
Samsung Galaxy S23 FEની તમામ વિગતો
સેમસંગના આ આવનારા સ્માર્ટફોનના ઓફિશિયલ લોન્ચ પહેલા સ્પેસિફિકેશન સામે આવી ગયા છે. આ ડિવાઇસને દક્ષિણ કોરિયાની ઓફિશિયલ સર્ટિફાઇડ વેબસાઇટ પર જોવામાં આવ્યો છે. જો કે, આ સર્ટિફિકેશનમાંથી કોઈ સ્પેશિફિકેશન સામે આવી નથી.
અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Samsung Galaxy S23 FE નો મોડલ નંબર SM-711B હોઈ શકે છે, જે યુરોપિયન વેરિઅન્ટ હોઈ શકે છે. આ હેન્ડસેટમાં એટ્રેક્ટિવ કેમેરા સેટઅપ બેક પેનલ પર ઉપલબ્ધ હશે. આમાં પ્રાઇમરી કેમેરા 50MP કેમેરા હશે. જો કે, કંપનીએ હજુ સુધી આ ફીચર્સને કન્ફોર્મ કરવામાં આવ્યા નથી.
Samsung Galaxy S23 FE બેટરી
Samsung Galaxy S23 FE ના આ આવનારા સ્માર્ટફોનમાં 4500mAh બેટરી આપવામાં આવી શકે છે. તેની સાથે કેટલા વોટનું ચાર્જર મળશે તેની કોઈ માહિતી નથી. અહેવાલો અનુસાર, તેને ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેની ઓફિશિયલ લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી છે. ફેન્સમાં આ ફોનને લઈને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણે સેમસંગના પ્રિમિયમ ફોનના ફિચર્સ બજેટ પ્રાઈઝમાં આ સેગમેન્ટમાં મળી રહેતા હોય છે.