April 25, 2024
બિઝનેસ

કડાકો / આઈટી સ્ટોક્સમાં મોટા ઘટાડાના કારણે 500 પોઈન્ટ ગગડી સેન્સેક્સ બંધ, નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઘટાડો

Stock Market Closing On 17th April 2023: ત્રણ દિવસની રજા બાદ આ સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યો હતો. ઈન્ફોસિસની આગેવાની હેઠળના આઈટી શેરોમાં ભારે ઘટાડાથી બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, બજાર પણ નીચલા સ્તરેથી રિકવર થયું હતું. એક સમયે સેન્સેક્સ 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 254 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, પરંતુ બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે બજાર સુધર્યું હતું અને આજના ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 524 પોઈન્ટ ઘટીને 60,000ની નીચે 59,896 પર આવી ગયો હતો. નિફ્ટી 126 પોઈન્ટના ઘટાડા સાથે 17,701 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટરોની સ્થિતિ

આજના ટ્રેન્ડમાં બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા છે. જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ શેર્સમાં ખરીદારી જોવા મળી રહી છે.

રોકાણકારોની સંપત્તિ વધી

આજના ટ્રેડિંગ સેશનમાં પણ રોકાણકારોની સંપત્તિના આંકડામાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 265.94 લાખ કરોડ રૂપિયા થયું છે, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં તે 265.93 લાખ કરોડ રૂપિયા હતું.

ઈન્ફોસિસના શેરમાં અચાનક 10 ટકાનો ઘટાડો 

ઈન્ફોસિસના શેર આજે સવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1,250.30 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. શરૂઆતના કલાકમાં જ તેણે 138.90 રૂપિયાનું નુકસાન દર્શાવ્યું હતું. શેરમાં અચાનક 10 ટકાના ઘટાડાથી ટ્રેડિંગ અટકી ગયું હતું. તેવી જ રીતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર કંપનીના શેર 1,249.75 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા અને સવારે 9.22 કલાકે 138.85 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. 10 ટકાથી વધુનું નુકસાન થતાં જ આ શેર્સમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે કંપનીના શેરના ભાવ એક વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ઈન્ફોસિસના શે 9.37 ટકાના ઘટાડા સાથે 1,259 પર બંધ થયો.

Related posts

દેશમાં ઝડપથી ભાગશે અર્થવ્યવસ્થાનું પૈડું, મૂડી ખર્ચમાં આ વર્ષે 80%ના મોટા વધારાનું અનુમાન

Ahmedabad Samay

India-US Trade: ચીનને પાછળ છોડ્યું… અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, થયો જોરદાર વેપાર

Ahmedabad Samay

ખુશખબર / અમદાવાદ સહિત સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે ભાવ

admin

શેરબજાર માટે આજે શુક્રવાર ‘બ્‍લેક ફ્રાઇડે’ સાબિત થયો

Ahmedabad Samay

શેર માર્કેટ – ટ્રેડિંગ માર્કેટમાં થોડો વધારો થતા આ શેરોમાં જોવા મળી તેજી

Ahmedabad Samay

Delhi: RBI-SBI સામે BJP નેતા હાઈકોર્ટ પહોંચ્યા, ફોર્મ, ઓળખ પત્ર વગર 2000ની નોટ બદલવાનો વિરોધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો