March 25, 2025
ગુજરાત

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, કોર્પોરેશન હવે રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા માટે બાઉન્સરો રાખશે. આ માટે સ્ટેટ લીગલ ઓથોરિટીએ હોટસ્પોટ પણ નક્કી કર્યા છે. શહેરના કુલ 96 સ્થળ પર રખડતા ઢોરોનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સરોની તૈનાતી કરશે.

હાઈકોર્ટમાં કોર્પોરેશને પોતાની નીતિ રજૂ કરી

અહેવાલ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતાં ઢોર પકડવાની નીતિને ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી છે. આ સાથે જ રખડતાં ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારને પણ રજૂઆત કરાઈ છે. કોર્પોરેશને એફિડેવિટ દાખલ કરી આ સમગ્ર મામલે રજૂઆત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે, અગાઉ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ સામે આવતા ગુજરાત હાઈકોર્ટે પણ રખડતા ઢોર મામલે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, છતાં પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જ વસ્ત્રાલ વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો હતો. રખડતા ઢોરે યુવકને અડફેટમાં લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 10 ટાંકા આવ્યા હતા.

Related posts

લવ જેહાદ મામલે વડોદરાના સાંસદ પણ યુવતીને સમજાવવા માટે મેદાને પડ્યા

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

અમદાવાદ – ગંદકી, સ્ટ્રીટલાઈટ, સુવિધાઓનું વિસ્તરણ, વિધવા સહાય અને વૃદ્ધ પેંશન વિષયક ૨૩ જેટલા પ્રશ્નો મુદ્દે ચર્ચા બાદ નિરાકરણ

Ahmedabad Samay

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

Ahmedabad Samay

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો