પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કાર્યરત ‘ક્ષયમુક્ત ભારત અભિયાન’ને સાકાર કરવાના હેતુસર રાજકોટ શહેરમાં પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે શહેરી ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા હોસ્પિટલના ઈનચાર્જ અધિક્ષકશ્રી ડો. સંદીપભાઈ વાછાણી અને આર.એમ.ઓ.શ્રી ડો. નૂતનબેન લુંગાતરના અધ્યક્ષસ્થાને ક્ષયના દર્દીઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાભાવીઓશ્રી ભુપતભાઈ લુણાગરિયા અને જીજ્ઞાબેન લુણાગરિયાના સહયોગથી ટી.બી.ના ૨૦ દર્દીઓને પોષણ આહારની કીટ અપાઈ હતી. આ કાર્યક્રમમાં મેડીકલ ઓફિસરશ્રી ડો. મૂંગરાભાઈ અને સુપરવાઈઝરશ્રી મહેશભાઇ રાચ્છ એ ટી.બી.ના દર્દીઓને નિયમિત સારવાર લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ટી.બી. વીઝીટરશ્રીઓ યોગીતાબેન અને દિવ્યેશભાઈ એ કર્યું હતું. આ ઉપરાંત, જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. ઘનશ્યામભાઈ મહેતા તથા ડો. સુરેશભાઈ લક્કડના માર્ગદર્શન હેઠળ ક્ષયના ૫૦ જેટલા દર્દીઓને ન્યુટ્રીશિયન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાભાવી દાતાશ્રીઓ ધીરૂભાઈ હાપલીયા, રાજુભાઈ રૂપાપરા, ઉમેશભાઈ માલાણી, અને અશોકભાઈ ઝાલાવડીયાએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મલ્ટી ડ્રગ રેસીસ્ટન્ટ ટ્યુબરક્લોસીસના દર્દીઓએ રોગ અંગે પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી મહેશભાઈ રાચ્છ, શ્રી પિયુષભાઈ કેલેયા, શ્રી ગાર્ગીવભાઈ ભટ્ટ, શ્રી ધ્રુવભાઈ સહિતના સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી, તેમ ક્ષય નિવારણ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.