August 8, 2026
ગુજરાત

આગામી કલાકોમાં રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના 28 જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જાણો ૩૧ તારીખ સુધી ક્યાં ક્યાં થશે અતિભારે વરસાદ

ગઇકાલે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારથી ભારેથી અતિભારે વરસાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી કલાકોમાં રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના 28 જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે આવતીકાલે 27 ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે.

આજે  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિથી અતિભારે વરસાદની શક્યતાના પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં ભારે વરસાદ થઇ શકે છે.

ઉપરાંત તા. 28 ના રોજ કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. મોરબી, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે.

તા.29 ના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

તા.30 ના રોજ કચ્છ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

તા.31 ના રોજ કચ્છ, નવસાર અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંમચહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Related posts

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો