મોરબી જિલ્લામાં કુંભારી કળા સાથે જોડાયેલા અને માટીમાંથી વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતા એવા પ્રજાપતિ પરિવારો માટે ખુશખબર આવ્યા છે. હવે તેમની તાવડીથી લઈને ફ્રીઝ વેચવા માટે આઈએઆઈનો માર્ક આપવામાં આવ્યો છે. વાંકાનેરના મિટ્ટીકુલના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિને કેન્દ્ર સરકારે તેમના ફ્રીઝ પર આઈએસઆઈનો માર્ક એનાયત કર્યો છે.
આજના સમયમા ઇલેક્ટ્રોનિક્સ, પીવીસી, કાચ સહિતની ઘર વપરાશ અને વ્યાપારિક ચીજ-વસ્તુઓ આઈએસઆઈ પ્રમાણીત હોય તો જ લોકો આંખો મિંચી વિશ્વાસ કરતા હોય છે. ત્યારે વાંકાનેરના મિટ્ટીકુલ બ્રાન્ડના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ તેમની તાવડીથી લઈને ફ્રીજ સુધીની માટી આઇટમો રાજ્યના સીમાડા વટાવી દેશ જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતી બની હોય આઈએસઆઈ માર્ક લેવા માટે પ્રક્રિયા કરતા બ્યૂરો ઓફ સ્ટાન્ડર્ડ દ્વારા તેમની ફ્રીઝ પ્રોડક્ટને આઈએસઆઈ પ્રમાણિત કરવામાં આવી છે.
મનસુખભાઇ પ્રજાપતિ દ્વારા વીજળી વગર ચાલતું માટીમાંથી બનાવેલું ફ્રીજ ઘણું જ ઉપયોગી છે. વીજ બચતની સાથે પર્યાવરણનું જતન પણ આ ફ્રીજ કરે છે. વીજળી જાય ત્યારે ઇલેક્ટ્રિક ફ્રીજ બંધ થઈ જતું હોય છે. પણ આ માટીનું ફ્રીજ 24 કલાક ઠંડુ રહે છે અને એમાં મુકેલા શાકભાજી, ફળો સહિતની તમામ વસ્તુઓ ઠંડી રહે છે અને એકદમ તાજી પણ રહે છે. નોંધનીય છે કે, મનસુખભાઇ પ્રજાપતિની પ્રોડક્ટ દેશની સરહદે જીવના જોખમે આપણું રક્ષણ કરતા દેશના વીર જવાનો પાસે વીજળીની સવલત ન હોય ત્યાં આ મિટ્ટીકુલ ફ્રીજ ઉપયોગી બની રહે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ફ્રીજ સહિત માટીમાંથી એનેક વસ્તુઓ બનાવી છે જે તમામ ગૃહ ઉપયોગી બની છે, જેની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાય હતી. આથી તેમની માટીમાંથી બનાવેલી વસ્તુઓને હવે કેન્દ્ર સરકાર દ્વારા આઈએસઆઈ માટે એપ્લાય કરતા બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ દ્વારા તેમની પ્રોડક્ટને આઈએસઆઈ માર્ક એનાયત કરવામાં આવ્યો છે. આથી હવે તાવડી સહિતની તમામ માટીની આઈટનો હવે આઈએસઓને માર્કથી ગુણવત્તાસભર બનશે. આ એવો માર્ક છે જે વસ્તુઓ વિશ્વાસ સાથે વેચવા માટે ગૌરવ સમાન છે. બજારમાં હવે માટી કલાની વસ્તુઓ આઈએસઆઇ પ્રમાણિત બનશે અને બજારમાં માટી કળાને મોટું સન્માન મળ્યું છે.
માટી પ્રોડક્ટ માટે આઈએસઆઈ સર્ટિફિકેટ મળવાની આ પ્રથમ ઘટના હોય, તેઓએ વડાપ્રધાન મોદીની કુંભારી કળાને પ્રોત્સાહન આપવાની નીતિને બિરદાવી છે. વડાપ્રધાન મોદીએ કુંભારી કળાને નવો આયામ આપ્યો છે. તેમના હસ્તે અને બે-બે વખત રાષ્ટ્રપતિના હસ્તે સન્માન પ્રાપ્ત થયાનું પણ ગૌરવભેર જણાવ્યું હતું. તેમને અત્યાર સુધીમાં માટી કળાની આઇટમો બનાવવા બદલ 100થી વધુ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ-સન્માન મળ્યા છે.