૨૦૦૨માં સર્જાયેલ ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્ટ ઓર કોન્સ્પીરસી : ગોધરા’ (ચેપ્ટર-૧) રીલીઝ થઈ રહી છે. જોગાનુજોગ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પૂર્વે આ ફિલ્મ ઓમ ત્રિનેતર ફિલ્મ્સના નેજા હેઠળ આ ફિલ્મ આગામી ૧લી માર્ચના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માતા બી.જે. પુરોહિત અને રામકુમાર પાલ છે અને એમ.કે. શીવાકાસ દ્વારા રીલીઝ થઈ રહી છે.
ફિલ્મમાં રણવીર શુરી, મનોજ જોષી, હીતુ કનોડીયા, ડેનીશા ધુનરા, અક્ષિતા રામદેવ, રાજીવ સુરતી, ગણેશ યાદવ જેવા કલાકારો કામ કરી રહ્યા છે.
ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવવામાં આવતા ૫૯ કાર સેવકો જીવતા સળગી મર્યા હતા. જેના પગલે મોટાપાયે તોફાન ફાટી નીકળેલ. આ ટ્રેન ગોધરાથી અમદાવાદ જઈ રહેલ. ફિલ્મનું ટિઝર બહાર પડી ગયુ છે.
