February 5, 2026
ગુમ થયેલ

આવતીકાલથી ગુજરાતના તાપમાનમાં ધીમે-ધીમે વધારો જોવા મળશે, એપ્રિલ અને મે મહિના દરમિયાન વધુ 4 થી 5 હીટવેવના રાઉન્ડ આવશે

એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત  પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ઊંચુ તાપમાન નોંધાયું છે. 9 થી 13 માર્ચ દરમિયાન હીટવેવના રાઉન્ડ બાદ અત્યારે સમગ્ર રાજ્યમાં 35 થી 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી ગયું છે. જો કે આવતીકાલથી ગુજરાતના તાપમાનમાં ધીમે-ધીમે વધારો જોવા મળશે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટર જેવા જિલ્લાઓમાં આવતીકાલથી તાપમાન ઊંચુ જશે અને 2-4 દિવસમાં 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. આથી કહી શકીએ કે, 22 માર્ચથી હીટવેવનો જે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, તેમાં 24 તારીખ સુધીમાં તાપમાન ફરીથી 40 ડિગ્રી સુધી પહોંચી જશે.

માર્ચ મહિનાના અંતિમ દિવસો એટલે કે 27 થી 29 માર્ચના 3 દિવસો દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પણ પાર જાય તેવી શક્યતા છે. મોટાભાગે એપ્રિલની 15 તારીખ પછી અથવા તો મે મહિના દરમિયાન તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતું હોય છે. જો કે ઘણાં વર્ષો બાદ એવું બનશે કે, માર્ચ મહિનાની અંદર તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચશે.

આ વર્ષે ઉનાળામાં હીટવેવના 6 થી 7 રાઉન્ડ આવવાના છે. એટલે કે માર્ચ મહિના બાદ એપ્રિલ અને મે મહિના દરમિયાન વધુ 4 થી 5 હીટવેવના રાઉન્ડ આવી શકે છે.

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો