August 7, 2026
ગુજરાત

અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ થયું પૂર્ણ

 અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવેની કુલ લંબાઈ 197 કિલોમીટર છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 193 કિલોમીટર સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

એનો અર્થ એ છે કે 98 ટકા કામ ભૌતિક રીતે પૂર્ણ થઈ ગયું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે રાજ્ય સરકારે કુલ 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

અમદાવાદ-રાજકોટ 6 લેન રોડનું બાંધકામ પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટશે. આ રોડ પરથી કુલ મુસાફરીનો સમય ઘટીને 2.32 કલાક થવાનો અંદાજ છે. આનાથી નાગરિકોની લગભગ 30 થી 45 મિનિટની બચત થશે. આ સિવાય તેનાથી તેમના ઈંધણની પણ 10 થી 15 ટકા બચત થશે.

આ પ્રોજેક્ટનું વર્ણન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કુલ 38 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 34 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે, હાલમાં 4 સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે.

Related posts

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બે પ્રેમીઓ એ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા

Ahmedabad Samay

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

Ahmedabad Samay

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો