November 5, 2026
મનોરંજન

મેગાસ્‍ટાર ચિરંજિવીની ખૂબ અપેક્ષિત ફિલ્‍મ ‘વિશ્વંભરા’ હવે પોસ્‍ટ પ્રોડક્‍શનના અંતિમ તબક્કામાં

મેગાસ્‍ટાર ચિરંજિવીની ખૂબ અપેક્ષિત ફિલ્‍મ ‘વિશ્વંભરા’ હવે પોસ્‍ટ પ્રોડક્‍શનના અંતિમ તબક્કામાં છે. આ એક મોટી સોશિયલ-ફેન્‍ટેસી ફિલ્‍મ છે જેને જોવામાં દર્શકોને ખૂબ આનંદ મળશે. આ ફિલ્‍મમાં એવા ભવ્‍ય વીએફએક્‍સ દૃશ્‍યો જોવા મળશે, જે અત્‍યાર સુધી કોઈ ભારતીય ફિલ્‍મમાં જોવા મળ્‍યા નથી. આ ફિલ્‍મ દર્શકોને એક નવો અનુભવ આપવાની છે તેવો નિર્માતાઓનો દાવો છે.

આ ફિલ્‍મ પર ટોલીવૂડ, બોલીવૂડ અને હોલીવૂડના મોટા વીએફએક્‍સ  સ્‍ટુડિયોઝ મળીને કામ કરી રહ્યા છે. તેઓ દરેક દૃશ્‍ય પર ખૂબ મહેનત કરી રહ્યા છે જેથી ફિલ્‍મના વિઝ્‍યુઅલ્‍સ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના લાગે.

ઇન્‍ડસ્‍ટ્રીના લોકો કહી રહ્યા છે કે વિશ્વંભરા એક ખૂબ જ મોટી ફિલ્‍મ સાબિત થવાની છે અને તેની રાહ જોવી યોગ્‍ય રહેશે. આ ફિલ્‍મને બિબીસારા ફિલ્‍મના ડિરેક્‍ટર વશિષ્ઠ બનાવી રહ્યા છે. ‘વિશ્વંભરા’ એ તેમનો ડ્રીમ પ્રોજેક્‍ટ છે. યુવી ક્રિએશન્‍સ આ ફિલ્‍મને મોટા બજેટ પર બનાવી રહી છે. ફિલ્‍મનું પોસ્‍ટ પ્રોડક્‍શનનું કામ હવે લગભગ પુરૂ થવા આવ્‍યું છે. ચિરંજીવી અને સમગ્ર ટીમ અત્‍યાર સુધીના કાર્યથી ખૂબ જ ખુશ છે. ખૂબ જ જલ્‍દી ફિલ્‍મની રિલીઝ ડેટ જાહેર થશે.

Related posts

જ્યારે સની દેઓલ ડિમ્પલના પ્રેમમાં પાગલ હતો, ત્યારે ડિમ્પલની દિકરીઓ તેને પાપા કહેવા લાગી હતી!

Ahmedabad Samay

લોકપ્રિય ટીવી સીરીયલ ‘ક્યૂન્કી સાસ ભી કભી બહુાથી થી 2’ આખરે તે વળાંક આવ્યો

Ahmedabad Samay

અમદાવાદમાં દર્શકો વચ્ચે પહોંચી ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ, થિયેટરમાં ફિલ્મનો પ્રતિસાદ નિહાળ્યો

Ahmedabad Samay

રજનીકાંતની ફિલ્મ જેલર જોવા માટે રજા જાહેર, આ બે રાજ્યોમાં જોરદાર ક્રેઝ

Ahmedabad Samay

હમ આપકે હે કૌન, હમ સાથ સાથ હૈ જેવી અનેક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકને સ્ટાર રિપોર્ટ, અખિલ ભારતીય જૈન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયા દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

સુષ્મિતા સેનનો ‘સિંહણ’ લુક પાછો ફર્યો! આર્ય 3 તરફથી શેર કરવામાં આવેલ ધનસુખનો વીડિયો, સ્ટાઈલ જોઈને આંખોમાં આંસુ આવી જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો