September 20, 2026
મનોરંજન

ફિલ્મ ‘રામાયણ’ના બે ભાગમાં રણબીર માટે રૂ.૧૫૦ કરોડની ફી નક્કી થઈ

સનાતન સંસ્કૃતિ અને સંસ્‍કારોની ભવ્‍ય રજૂઆતના સંકલ્‍પ સાથે ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. નિતેશ તિવારીના ડાયરેક્‍શનમાં આ ફિલ્‍મ બે ભાગમાં બની રહી છે. ભગવાન રામના રોલમાં રણબીર કપૂરની ઝલક પણ તાજેતરમાં રિલીઝ થઈ છે. હવે, ફિલ્‍મમાં રણબીરની ફી અંગે પણ ખુલાસો થયો છે. ‘રામાયણ’ના બે ભાગમાં રણબીર માટે રૂ.૧૫૦ કરોડની ફી નક્કી થઈ હોવાનું કહેવાય છે.

‘રામાયણ’માં રણબીરને કરિયરની સૌથી વધુ ફી મળવા જઈ રહી છે ત્‍યારે અન્‍ય સ્‍ટાર્સની ફી અંગે વિગતો બહાર આવી નથી. આ ફિલ્‍મમાં રાવણના રોલમાં યશ અને સીતા માતા તરીકે સાઈ પલ્લવી જોવા મળશે.O

ફિલ્‍મની રિલીઝ પૂર્વે ઉત્‍સુકતા વધારવા પ્રમોશન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટીઝર લોન્‍ચ માટે દેશના ૯ શહેરો ઉપરાંત ન્‍યૂયોર્ક ટાઈમ્‍સ ખાતે ઈવેન્‍ટ્‍સ યોજાઈ હતી. રામ અને રાવણ વચ્‍ચે ચાલતા યુદ્ધને ગ્‍લોબલ ઓડિયન્‍સ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ પણ આ સાથે થયો છે.

ફિલ્‍મમાં ભગવાન હનુમાન તરીકે સની દેઓલ અને લક્ષ્મણજીના રોલમાં રવિ દુબે છે.હાન્‍સ ઝીમર અને એર આર રહેમાન મ્‍યૂઝિક બનાવી રહ્યા છે, જ્‍યારે એક્‍શન સીક્‍વન્‍સ માટે હોલિવડના સ્‍ટન્‍ટ કો ઓર્ડિનેટર ટેરી નોટરી અને ગાય નોરિસને બોલાવાયા છે. ‘રામાયણ’નો પહેલો પાર્ટ દિવાળી ૨૦૨૬ પર રિલીઝ થઈ શકે છે.

Related posts

આગામી ઐતિહાસિક ફિલ્મ રાજા શિવાજીનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ થિયેટરોમાં રિલીઝ થયો

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

એનિલ્મ મુવી માટે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો

Ahmedabad Samay

અભિનેતા અને બિગ બોસ ૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજ રોજ હાર્ટઅટેક થી થયું નિધન

Ahmedabad Samay

  ‘પુષ્પા 2’ એ વિશ્વવ્યાપી કલેક્શન સાથે આ મોટા રેકોર્ડ તોડી નાખ્યા માત્ર 4 દિવસમાં વિશ્વભરમાં રૂ. 800 કરોડને પાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો