September 22, 2026
ગુજરાત

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં  11 જુલાઈ સુધી ત્રણ દિવસનો પાણી કાપ રહેશે. શહેરના પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે પાણીનો પુરવઠો અસ્થાયી રૂપે અટકી જશે.

પાણીની અછતની સમસ્યા ટાળવા માટે, મહાનગરપાલિકા દ્વારા બોરવેલનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. કોતરપુરથી વધારાનું પાણી ડાયવર્ટ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવશે જેથી પાણી કાપની અસર ઘટાડી શકાય. જો કે, કેટલાક વિસ્તારોમાં પાણીનો પુરવઠો અસરગ્રસ્ત રહી શકે છે. પાણી પુરવઠા વ્યવસ્થાપનને સુધારવા માટે વધારાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

વોટર કમિટીના ચેરમેન દિલિપ બગડિયાના જણાવ્યા અનુસાર શેઢી કેનાલમાં અત્યારે હાલ દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યુ છે. તેના કારણે પાણીનું લેવલ ડાઉન કરવામાં આવ્યુ છે. તેન કારણે જે ગ્રેવિટીથી પાણીનો જથ્થો આવતો હોય છે તે પાણીનો જથ્થો આવતો ઓછો થશે.

કોતરપુરથી થોડુ પાણી ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે ત્રણેય ઝોનનો પાણીની ઓછી સમસ્યાનો સામનો કરવો પડે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ દરમિયાન સાંજના સમયે જે પાણીનો સપ્લાય આપવામાં આવતો હોય છે તે ના આપી શકાય, પરંતુ સવારે રાબેતામુજબ થોડો જથ્થો મળી રહેશે. તેના માટેની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

Related posts

ગુજરાતી વિષય માં ગુજરાતી માધ્ય ના વિદ્યાર્થીઓ નું પરિણામ નબળુ

Ahmedabad Samay

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

સુભાષબ્રિજ બાદ હવે ઈન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ તૂટી જતા બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો

Ahmedabad Samay

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો