September 27, 2026
અપરાધગુજરાત

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા છે. જજીસ બંગલો રોડ પર આવેલ NRI ટાવરમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાસ્થળે બંધ ફ્લેટમાંથી ત્રણ યુવતીઓ અને બે યુવકો દારૂ પીતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
રાત્રે 11:30 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળતાં જણાવાયું કે વસ્ત્રાપુરના NRI ટાવરના A વિંગમાં કેટલાક યુવક અને યુવતીઓ દારૂ પીધા બાદ ડાન્સ કરી રહ્યા છે. મળેલી જાણકારીના આધારે વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને ટાવરના ત્રીજા માળે આવેલ ફ્લેટ નંબર 304 પર રેડ પાડી હતી.  ડ્રોઈંગ રૂમમાં કેટલાક યુવક અને યુવતીઓ બેઠેલા હતા અને દારૂની બોટલો, વેફર્સ અને ગ્લાસ જેવી ચીજવસ્તુઓ  મળી આવી હતી.
વસ્ત્રાપુર પોલીસે   પાંચ લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા અન્ય ત્રણ લોકોમાં યુવતીઓનો સમાવેશ થાય છે. આ દારૂ પાર્ટી જે મકાનમાં ચાલી રહી હતી તે છેલ્લા બે મહિનાથી એક યુવતી દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને વસ્ત્રાપુર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Related posts

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

દેશમાં કાલે પહેલી એપ્રિલથી લોકોના નાણાકીય અને બેન્‍કિંગ આદતમાં નોંધપાત્ર ફેરફારો લાવશે, જાણો મહત્વપૂર્ણ બદલાવો,વાંચો મહત્વપૂર્ણ સમાચાર

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા“શ્રાવણ મહોત્સવ–૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો