અમદાવાદ શહેરમાં યોજાયેલ અર્બન 20 એન્ગેજમેન્ટ ગ્રુપની અધ્યક્ષતા કરી રહ્યું છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહ દરમિયાન રશિયાના મોસ્કો ખાતે યોજાનાર “મોસ્કો અર્બન ફોરમ”માં ‘ત્રીજા ઈન્ટરનેશનલ હેલ્થ કોંગ્રેસ’ માં અમદાવાદ શહેરના મેયર તથા સીટી શેરપાને ક્લાઈમેટ રેસીલીયન્ટ તથા અર્બન હેલ્થ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે મોસ્કો સીટી ગવર્નમેન્ટ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે.
આ ફોરમમાં દેશ વિદેશથી ક્લાઈમેટ ચેન્જ, કલાયમેટ ફાઈનાન્સ, અર્બન પ્લાનિંગ પોલીસી, એન્વાયર્મેન્ટ અને પબ્લિક હેલ્થ, સર્ક્યુલર ઈકોનોમી, ઇકોલોજી વિગેરે વિષયોના તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવનાર છે. જેમાં અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ કરવા માટે મેયર કિરીટકુમાર પરમાર તથા ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર, અર્બન 20 શેરપા પ્રવિણ ચૌધરી હાજરી આપશે.
મોસ્કો અર્બન ફોરમના પ્લેનરી સેશન અંતર્ગત મેયર દ્વારા અર્બન 20 કલાયમેટ સિક્યોરિટી પ્રાયોરીટી અંગેનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવશે. ડેપ્યુટી મ્યુનીસિપલ કમિશનર દ્વારા એડેપ્ટીવ અર્બન એન્વાયર્મેન્ટ સેશન તથા અર્બન ઇકોલોજી એન્ડ હેલ્થ સેશન અંતર્ગત, અમદાવાદ શહેર દ્વારા અમલ કરાયેલ વિવિધ ક્લાઈમેટ રેસીલીયન્ટ તથા અર્બન હેલ્થ રીલેટેડ એક્શન વિષે અવગત કરવામાં આવશે.
વધુમાં અમદાવાદ માટે સ્વીસ એજન્સી ફોર ડેવલોપમેન્ટ એન્ડ કોઓપરેશન (SDC) ફંડેડ CapaCITIES પ્રોજેક્ટ અંતર્ગત ICLEI – South Asia દ્વારા તૈયાર કરાયેલ “અમદાવાદ ક્લાઈમેટ રેસીલીયન્ટ સીટી એક્શન પ્લાન – ટુવર્ડ્સ એ નેટ ઝીરો ફ્યુચર” વિષે પણ માહિતગાર કરશે. આ ફોરમમાં ભાગ લેવા માટેનો તમામ ખચૅ મોસ્કો અર્બન ફોરમના આયોજકો તરફથી કરવામાં આવશે.