August 7, 2026
ગુજરાતદેશરાજકારણ

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

દુનિયાના ૧૦ દેશોમાં એક દેશ, એક ચૂંટણી અમલમાં છે. ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. મોદી સરકારે એક દેશ, એક ચૂંટણી અભિગમને દેશમાં લાગુ પાડવાની દિશામાં પહેલું કદમ માંડી દીધું છે. ત્યારે વડા પ્રધાન મોદીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહે એવું જણાવ્યું કે પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં એક દેશ, એક ચૂંટણી સહિત ૫ મુદ્દે ચર્ચા થઈ હતી.

રાજનાથે કહ્યું કે પીએમ મોદીએ આ મુદ્દે કમિટી બનાવવાની વાત કરી છે. આ કમિટિ એક નિશ્યિત સમયમર્યાદામાં તેના સૂચનો આપશે અને તેને આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોટાભાગના પક્ષો એક દેશ, એક ચૂંટણીની તરફેણમાં છે. સીપીએમને મતભેદ હતો પરંતુ તેણે વિરોધ કર્યો નથી. ૪૦ પક્ષોને બેઠકનું આમંત્રણ અપાયું હતું તેમાંથી ૨૧ પક્ષો હાજર રહ્યાં હતા તો ૩ પક્ષોએ લેખિતમાં તેમના વિચારો આપ્યાં છે.

વિધાનસભા, લોકસભા, અને પંચાયત ચૂંટણીમાં મતદાતાની યાદી જુદી જુદી હોવાથી અનેક તકલીફો સામે આવી છે. વિડીયો કોન્ફરન્સમાં મોદીએ વારંવાર જણાવ્યુ હતું કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વિકાસના કામો અટવાયા છે. કોરોનની મહામારી સામે આખો દેશ લડી રહો છે. પરંતુ સાથે સાથે દેશના એવા નિર્ણયો લેવા પણ આવશ્યક છે કે જેથી દેશની વિકાસની ગતિ ચાલતી રહે આ માટે એક દેશ એક ચૂંટણીનો વિચાર એક ક્રાંતિકારી વિચાર સાબિત થઈ શકે તેમ છે, આ વિચાર માટે મોદીએ કોન્ફરન્સમાં જોડાયેલા અધિકારીઓને પણ આહ્વાન કર્યું હતું કે આ દિશામાં વધુ ઉન્નત અને ઇનોવેટિવ વિચારો આપના તરફથી આવકારી રહેશે.

Related posts

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

ગુજરાતના ૧૯૪૫.૬ કિમીના દરિયાઈ કાંઠામાંથી ૫૩૭.૫ કિલોમીટરના દરિયાઈ કાંઠાનું ધોવાણ – કોંગ્રેસ પ્રવક્તા

admin

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો