July 22, 2026
વરસાદ
ગુજરાત

હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું

હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. વાસ્‍તવમાં છોટાઉદેપુર જિલ્‍લામાં આજે વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્‍યો હતો. વાલોઠી, બમરોલી, મુધિયારી અને ઊંચાપાન પાઠક જેવા વિસ્‍તારોમાં હળવા થી મધ્‍યમ ઝાપટાં પડતાં સવારની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે.ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્‍યો હતો. અચાનક થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અધ્‍ધર થઈ ગયા છે.

વડોદરા જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ડભોઈ, શિનોર અને વાઘોડિયાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્‍યો હતો. કમોસમી વરસાદ ખેડૂતોમાં પાક નુકસાનીની ચિતા વધી છે. ઊભા પાકને મોટું નુક્‍સાન થવાની ખેડૂતોને ચિંતા છે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી.

દાહોદ જિલ્‍લા સહિત આસપાસના વિસ્‍તારોમાં કમોસમી વરસાદ ત્રાટક્‍યો છે. દાહોદ, લીમડી, લીમખેડા, ઝાલોદ, ટાંડી, કારઠ, મીરાખેડી સહિત સિગવડ લીમખેડાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કમોસમી વરસાદ ખાબક્‍યો છે. કમોસમી વરસાદનું વીજળીના કડાકા સાથે આગમન થયું છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિતા સેવાઈ છે. મોસમી વરસાદને લઈને ઠંડીમાં ચમકારો જોવા મળ્‍યો છે.

ભરૂચના અંકલેશ્વરમાં ધીમીધારે કમોસમી વરસાદ વરસ્‍યો છે. બે દિવસથી થતા ઉકળાટ સામે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ છે.

છોટાઉદેપુરના બોડેલીમાં વહેલી સવારે કમોસમી માવઠું ત્રાટક્‍યું છે. વહેલી સવારે વીજળીના ગરજ સાથે માવઠું પડ્‍યું છે. બોડેલી, ઢોકલીયા, અલીપુરા સહીત આસપાસના વિસ્‍તારોમાં કમોસમી માવઠું જોવા મળ્‍યું. માવઠાથી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તેથી જગતનો તાત ચિતામાં છે.

સુરતના વિવિધ વિસ્‍તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્‍યો. ઉધના, પાંડેસરા, ડીંડોલી, ભટાર વિસ્‍તારમાં કમોસમી વરસાદ નોંધાયો. મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવ્‍યો છે. હળવા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિતા સેવાઈ છે.

ભરૂચના હાંસોટ પંથકમાં અચાનક કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો છે. ફેબ્રુઆરી મધ્‍યમાં માવઠું, તાપમાનમાં ભારે ઉતાર-ચઢાવની અસર જોવા મળી છે. ઈલાવ, સાહોલ, બાલોતા સહિત ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઉભા પાકને નુકસાનની શક્‍યતા, જનજીવન પર અસર પડી છે.

વિગતો મુજબ સવારે કામ પર નીકળેલા લોકો માટે આ બદલાયેલું હવામાન થોડું અસ્‍વસ્‍થ બનાવનારું રહ્યું. છેલ્‍લા કેટલાક દિવસોથી હવામાન સુકું અને ઠંડું હતું, પરંતુ આ કમોસમી વરસાદે ઠંડીની અસર વધુ તીવ્ર બનાવી છે. ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય બની રહ્યો છે. હાલમાં મકાઈ અને તુવર જેવા પાકોની લણણીનો સમય ચાલી રહ્યો છે. આ સમયે પડેલો વરસાદ પાકને ભીનો કરી ગુણવત્તા પર અસર કરી શકે છે. જો વરસાદ વધુ સમય સુધી ચાલુ રહે તો ઉપજને નુકસાન થવાની શક્‍યતા વધી શકે છે.

ખાસ કરીને મકાઈના પાકને ભેજ લાગવાથી દાણા બગડવાની ભીતિ રહે છે, જ્‍યારે તુવેર પર પણ તેની અસર પડી શકે છે. ખેડૂતોએ કાપણી કરેલો માલ સુરક્ષિત સ્‍થળે રાખવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. વરસાદના કારણે ઇંટ ઉત્‍પાદકોની ચિંતામાં પણ વધારો થયો છે. ખુલ્‍લી જગ્‍યામાં તૈયાર થતી કાચી ઇંટોને વરસાદથી નુકસાન પહોંચવાની શક્‍યતા છે. બીજી તરફ કેરીના પાક પર પણ આ હવામાન ફેરફારની અસર થવાની ભીતિ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે

Related posts

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

Ahmedabad Samay

અમદાવાદઃ આગામી 3થી 4 દિવસમાં આ વિસ્તારમાં માવઠાની આગાહી! જાણો ક્યાં કેવું રહેશે તાપમાન?

admin

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

અક્ષય તૃતીયાંશ નિમિતે શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો