November 12, 2026
ગુજરાત

પોષણ ઉત્સવ–2026માં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ, બહેનોની સર્જનાત્મકતા બની આકર્ષણ

નર્મદા: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘પોષણ ઉત્સવ–2026’ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શના ચંદુભાઈ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં રજૂ કરવામાં આવેલી વિવિધ વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું. બહેનો દ્વારા સ્થાનિક અને પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓ નિહાળી તેમણે તેમની સર્જનાત્મકતા અને પોષણ પ્રત્યેની જાગૃતિની પ્રશંસા કરી હતી.

‘પોષણ ઉત્સવ–2026’ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ પોષણયુક્ત આહાર, સ્વસ્થ જીવનશૈલી અને પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.

સ્પર્ધામાં બહેનોની ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી હતી. વિવિધ વાનગીઓના માધ્યમથી સ્વાદ સાથે પોષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દ્વારા પરિવારના દૈનિક આહારમાં પૌષ્ટિક તત્વોનો સમાવેશ કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.

ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે બહેનોની મહેનત, સર્જનાત્મકતા અને પોષણ અંગેની જાગૃતિને પ્રશંસનીય ગણાવી હતી. આ પ્રકારના કાર્યક્રમો લોકોમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Related posts

અમદાવાદ: PM મોદીને પસંદ કરો કે ન કરો પરંતુ…. ગુજરાત હાઈકોર્ટે કરી મોટી ટિપ્પણી અને જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

દિવાળી તહેવાર નિમિત્તે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો

Ahmedabad Samay

CM ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૨૦૦ બેડની કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએમસી (AMC) દ્વારા સિંગનલ પર ભીખ માંગતા સંગઠિત હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) નેટવર્કનો કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

શરતોના આધીન કાલે નીકળશે રથયાત્રા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો