September 21, 2026
ગુજરાત

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં રાહત મળ્‍યા બાદ હવે ધીમે-ધીમે ગરમીમાં ફરી વધારો થશે. જ્‍યારે આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં ગરમીથી રાહત યથાવત છે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૩૭ડીગ્રી થી ૩૮ડીગ્રી વચ્‍ચે ગણાય. જોકે, મોટાભાગના કેન્‍દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં ૧ડીગ્રી થી ૨ડીગ્રી ઓછું નોંધાઈ રહ્યું છે.

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે બેક દિવસમાં મહત્તમ તાપમાન નોર્મલ તરફ વધીને ત્‍યારબાદ ૨૫થી ૨૭ માર્ચ દરમિયાન નોર્મલ કરતાં આશરે ૨ડીગ્રી વધુ થવાની શક્‍યતા છે.

તા. ૨૮ થી ૨૯ માર્ચ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફરીથી ૧ડીગ્રી થી ૨ડીગ્રી ઘટાડો થવાની શક્‍યતા છે, સાથે બપોર/સાંજના ભેજમાં વધારો થશે. માર્ચના છેલ્‍લા દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં છૂટાછવાયા માવઠાની શક્‍યતા છે. ECMWF અને NOMAD GFSના વરસાદના નકશા દ્વારા પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવશે.

ગઈકાલ ૨૨ માર્ચના નોંધપાત્ર મહત્તમ તાપમાનના આંકડા જોઈએ તો

રાજકોટઃ ૩૬.૫ (નોર્મલ કરતાં ૧.૦ડીગ્રી ઓછું), અમદાવાદ ૩૬.૦(નોર્મલ કરતાં ૧.૨ડીગ્રી ઓછું), વડોદરાઃ ૩૫.૮ (નોર્મલ કરતાં ૨.૦ડીગ્રી ઓછું), ડીસાઃ ૩૫.૩ (નોર્મલ કરતાં ૧.૦ડીગ્રી ઓછું), ગાંધીનગરઃ ૩૫.૪ (નોર્મલ કરતાં ૩.૦ડીગ્રી ઓછું), ભૂજઃ ૩૫.૭ (નોર્મલ કરતાં ૧.૦ડીગ્રી ઓછું) સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છ માટે આગાહી

તા.૨૩ થી ૩૦ માર્ચ ૨૦૨૬ સુધીની આગાહી કરતાં જાણીતા વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલ દિવસ દરમિયાન તાપમાન નોર્મલ કરતાં ઓછું ચાલી રહ્યું છે.

૨૪ માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક પહોંચશે. ૨૫થી ૨૭ માર્ચ દરમિયાન મોટાભાગના વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન ૩૭.૫ડીગ્રી થી ૩૯.૫ડીગ્રી સુધી પહોંચવાની શક્‍યતા છે.

૨૮થી ૨૯ માર્ચ દરમિયાન તાપમાનમાં ફરીથી ૧ડીગ્રી થી ૨ડીગ્રી ઘટાડો થવાની શક્‍યતા છે, સાથે ભેજમાં વધારો થશે.

જ્‍યારે પવનની સ્‍થિતિ જોઈએ તો કચ્‍છ અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર વિસ્‍તારમાં પવનની ઝડપ આગામી દિવસોમાં ૧૦ થી૨૦ કિમી/કલાક રહેવાની શક્‍યતા છે. સમગ્ર વિસ્‍તારમાં ૨૭થી ૨૮ માર્ચ આસપાસ પવનની ઝડપ વધીને ૧૫૨૫ કિમી/કલાક થઈ શકે છે, અને ઝાટકાઓ (gusts) ૩૫ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

ગુજરાતની આસપાસના રાજ્‍યોમાં હવામાન પરિસ્‍થિતિ અવાર નવાર અસ્‍થિર રહેવાની શક્‍યતા છે. માર્ચના છેલ્‍લા દિવસોમાં (૨૯થી ૩૦ માર્ચ આસપાસ) સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં છૂટાછવાયા માવઠાની શક્‍યતા છે. પરિસ્‍થિતિનું મૂલ્‍યાંકન ECMWF અને NOMAD GFS મોડલ્‍સ દ્વારા કરવામાં આવશે અને સમયાંતરે અપડેટ આપવામાં આવશે.

Related posts

નરોડા પોલીસની સુંદર કામગીરી, માથાંભારે શખ્સ વિરુદ્ધ થઇ કાર્યવાહી

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

આધારકાર્ડ સંબંધિત એક નવો નિયમ આવી રહ્યો છે, સરકાર ટૂંક સમયમાં એક નિયમ રજૂ કરશે, જાણો શુ હશે નિયમો

Ahmedabad Samay

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો