જેમણે ભરી યુવાની માં જિંદગીના મોજ ના બદલે ભારતની આઝાદી માટે ફાંસી ના માચડે ચઢવાનું પસંદ કર્યું એવા શહિદ-એ-આઝમ વીર ભગતસિંહ ને “ભારત રત્ન” કેમ નહીં કેન્દ્ર ની વર્તમાન સરકાર જ્યારે વીર ભગતસિંહ ને ખુબ સન્માનની નજરે જુએ છે અને સત્તા સ્થાને ન હતા ત્યારે વીર ભગતસિંહ ને “ભારત રત્ન” આપવાની માગણી કરી હતી સત્તામાં આવ્યા બાદ તેઓ ભૂલી ગયા હોય તેમ લાગે છે ત્યારે શહીદ વીર ભગતસિંહ ને મરોણોત્તર “ભારત રત્ન”ની જાહેરાત કરવી જોઈએ એક બાજુ તબલા વાદક,ગાયક સંગીતકાર,રમતવીર,રાજ નેતા ને ભારત રત્ન થી સન્માનિત કરાતા હોય તો જેમના થકી આપણને આઝાદી મળી અને ભારતની આઝાદીમાં પાયા મા જેમનું મહત્વનું યોગદાન છે તેવા વીર ભગતસિંહ ને ભારત રત્ન થી સન્માનિત કરવાની માગણી કરી છે.
શહીદ દિન નિમિત્તે ખોખરા સર્કલ ખાતે આવેલ વીર ભગતસિંહ ની પ્રતિમાને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ,વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ શ્રી અશોક શર્મા,રમેશભાઈ પરમાર સતિષ ચંદ્ર પરમાર, નંદકિશોર અગ્રવાલ, દુરઈસ્વામી ગ્રામીણ, નોએલ ક્રિશ્ચિયન,ધીરુભાઈ ભરવાડ,પ્રવિણસિંહ દરબાર,પુષ્પાબેન ડીકોસ્ટા,શ્યામ બાબુ,રાકેશ વાઘેલા,રાજેશ આહુજા વગેરે મોટી સંખ્યામાં ની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોને ક્રાંતિકારી સલામી આપી હતી અને એકી અવાજે વીર ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ કરી હતી