September 22, 2026
દુનિયા

ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે

વિશ્વમાં કૃત્રિમ રીતે (મનુષ્યો દ્વારા થતી ગતિવિધિઓ-પ્રવૃત્તિઓને કારણે) તાપમાન વધી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે. માનવજાત અને પ્રકૃતિ એક વિનાશકારી ગરમીનો અનુભવ કરવાનાં છે, જેમાં દુકાળ, દરિયાની વધેલી સપાટી અને પ્રજાતિઓનાં સામૂહિક મોત પણ જોવાં મળશે.

કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે. પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે. જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે.

તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે. 19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.

Related posts

યુક્રેનના ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડર-ઈન-ચીફ વેલેરી ઝાલુજ્નીનું નિવેદન, ત્રીજું વિશ્વ શરૂ, વિશ્વ ભરમાં ખડભડાટ

Ahmedabad Samay

ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ ઔપચારિક વાતચીત મંગળવારે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

08 દેશોનો મહિલા T20 એશિયા કપ 19 જુલાઈથી શ્રીલંકાના દામ્બુલા ખાતે શરૂ થશે.

Ahmedabad Samay

બાંગ્લાદેશની ઐતિહાસિક ચૂંટણીમાં BNPએ બહુમતી મેળવીને તારીખ રહેમાન બન્યા નવા PM, રહેમાન ભારત સાથે સુધારશે સંબંધ, PM મોદીએ પાઠવી શુભેચ્છાઓ

Ahmedabad Samay

ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી કચડી નાખીને રેકોર્ડબ્રેક છઠ્ઠી વખત ખિતાબ જીત્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો