August 6, 2026
દુનિયાદેશ

કેનેડા બાદ અમેરિકા ભારત માટે પ્રતિબંધ મુકશે

દેશમાં કોરોનાના વધતા સંકટને જોઇને અમેરિકા આવતા સપ્તાહથી ભારતથી આવતી ફલાઇટ્સ રોકવાનો નિર્ણય કર્યો છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકા ૪ મેથી ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવશે. વ્હાઇટ હાઉસના જેન સાકીએ એક નિવેદનમાં કહ્યું કે, સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સલાહ બાદ અમેરિકી પ્રશાસને ભારતની યાત્રાને પ્રતિબંધીત કરશે.

બીજીતરફ અમેરિકામાં દરરોજ હજારો અમેરિકનો વેકિસનેટ થઈ રહ્યા છે અને સંક્રમણ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જયારે ભારતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો વિક્રમી રીતે જોવા મળ્યો છે.

ભારતમાં B.1.617 પ્રકારનો અત્યંત ઘાતક અને ચેપી કોવિડ વેરિઅન્ટ ફેલાઈ રહ્યો હોવાનું જણાવાયું છે. આ વેરિએન્ટ બે મ્યુટેશન્સ ધરાવે છે. આ વેરિએન્ટ અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચેની નોનસ્ટોપ ફલાઈટ્સ રદ થશે અમેરિકા અને ભારત વચ્ચેની કેટલીક નોનસ્ટોપ ફલાઈટ્સ હવે રદ થશે.

બાઈડેન શાસનના નિર્ણય પછી બે દેશો વચ્ચે કાર્યરત મોટી યુએસ કેરિયર યુનાઈટેડ એરલાઈન્સ દ્વારા નોનસ્ટોપ સર્વિસ આપવામાં આવે છે. જેમાં તેની ભારતમાંથી દરરોજ ચાર ફલાઈટ્સ રવાના થતી હોય છે. એ જ રીતે એર ઈન્ડિયાની પણ ચાર ફલાઈટ્સ હવે શરૂ થવાની હતી, જેને પણ અસર થશે.

Related posts

કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સમયે કાશીનો નજારો બદલાઈ ગયો હતો.

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વાર શોલનું માહોલ, વધુ એક દિગ્ગજ નેતા જગદીપ નું નિધન

Ahmedabad Samay

ચેક ક્‍લિયરિંગને ઝડપી બનાવવાના ઉદ્દેશથી નવી ‘રિયલ-ટાઇમ ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ’ માં ખામી આવતા ટૂંક સમયમાં ચેક ક્લિયર થવાના બદલે છ દિવસ સુધી ક્લિયર નહિ થયા

Ahmedabad Samay

JL50 રિવ્યુ

Ahmedabad Samay

જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને સતત ખોરાક અને પાણી પૂરું પાડવા વાળા મોહમ્‍મદ જુનૈદ મલિકના ઘરે તપાસ કરવા પોહચી પોલીસ, સામન્ય ઘરનો વ્યક્તિ આટલુ ભંડોળ લાવ્યો ક્યાંથી ??

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો