August 21, 2026
દેશ

આજ બપોરે સેનાનું એક હેલીકોપ્ટર તામિલનાડુના નીલગીરી જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે.જેમાં ચીફ ઓફ ડીફેન્સ બિપિન રાવત સવાર હતા

આજે બપોરે સેનાનું એક હેલીકોપ્ટર તામિલનાડુના નીલગીરી જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) તેમના પત્નિ સહિત ૧૪ લોકો બેઠા હતા. ૩ લોકોને ઈજા થઈ છે. આ લખાય છેે ત્યારે મળતા અહેવાલો અનુસાર આ અકસ્માતમાં કુલ ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ૪ જેટલા ટોચના અધિકારીઓ શહીદ પણ થયા છે.  વાયુદળે આ દુર્ઘટનાની તપાસના આદેશો આપ્યા છે. છેલ્લે મળતા અહેવાલ અનુસાર અનેક લોકોની હાલત ગંભીર છે. જનરલ બિપીન રાવત સહિત તમામ રેસ્કયુ કરવામાં આવેલ ઇજાગ્રસ્તોને સ્થાનિક વેલીંગ્ટન બેઝ હોસ્પિટલમાં ઇલાજ માટે લઇ જવાયા છે. જ્યાં ડોકટરોની ટીમ તેઓનો ઇલાજ કરી રહેલ છે. ગંભીર ઘાયલો માટે એર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાંજે ૪.૩૦ કલાકે સત્તાવાર નિવેદન જાહેર કરવાના છે.

મળતી માહિતી અનુસાર ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હતો. આ હેલીકોપ્ટરમાં બીપીન રાવત અને તેમના પત્નિ મધુલિકા રાવત, તેમનો ડીફેન્સ સ્ટાફ કે જેમાં બ્રિગેડીયર એસ.એલ. લીડર, લેફ. જનરલ સામેલ હતા.

સીડીએસ બીપીન રાવત પોતાના પત્નિ સાથે વેલિંગટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવાનુ હતુ ત્યાં આર્મ્ડ ફોર્સીસ કોલેજ છે જ્યાં સીડીએસ રાવતનું લેકચર હતુ. તેઓ સુલુરથી કુન્નુર જઈ રહ્યા હતા. ત્યાંથી તેમને દિલ્હી માટે રવાના થવાનું પરંતુ ગાઢ જંગલમા આ અકસ્માત થયો હતો. જ્યાં દુર્ઘટના થઈ ત્યાં ગાઢ જંગલ છે અને આસપાસ ચારેતરફ વૃક્ષો છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે ચારેતરફ આગની જ્વાળાઓ નજરે પડતી હતી. આર્મી અને વાયુદળની ટુકડીઓ પોલીસ સાથે રેસ્કયુ માટે પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે મૃતદેહો મળ્યા છે તે ૮૦ ટકા સળગી ગયેલા છે. એવામાં તેઓની ઓળખ થઈ શકી નથી. અત્યાર સુધીમાં ૩ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને નજીકની હોસ્પીટલે લઈ જવામાં આવ્યા છે. આ હેલીકોપ્ટર એમઆઈ-૧૭ વી-૫ હતુ.

હાલ સીડીએસ બીપીન રાવત અને તેમના પત્નિની સ્થિતિ અંગે કોઈ અપડેટ સેના તરફથી આપવામાં આવી નથી. આ હેલીકોપ્ટરમાં કુલ ૧૪ લોકો હતા. બાકીના ૭ અંગે કોઈ માહિતી મળી નથી. આ અકસ્માત બાદ જે વિડીયો સામે આવ્યો છે તેમા હેલીકોપ્ટર સંપૂર્ણ રીતે સળગીના ખાખ થઈ ગયુ છે. એવામાં આ ભીષણ અકસ્માત તમામ આશંકાઓને જન્મ આપે છે.

Related posts

મોદી સરકારની મોટી જીત,લોકસભામાં વક્‍ફ સંશોધન બિલ પસાર, વક્‍ફ બિલ સંશોધનના પક્ષમાં ૨૮૮ મત પડ્‍યા હતા અને વિરોધમાં ૨૩૨ મત પડ્‍યા, જાણો વકફ બોર્ડની સંપૂર્ણ માહિતી

Ahmedabad Samay

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું મુંબઈ ખાતે સારવાર સમયે થયું નિધન

Ahmedabad Samay

ઓલમ્પિક:કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

Ahmedabad Samay

દિલ્હીના સૈદુલ્લાજાબ વિસ્તારમાં એક બહુમાળી ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી

Ahmedabad Samay

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ બંગાળના રાજકારણમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, દીદીને રાજીનામું આપવું નથી

Ahmedabad Samay

તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા અભ્યાસ કરો’, તાજ મહેલના ૨૨ રૂમ ખોલવા મામલે અરજદારને હાઈકોર્ટે ફટકાર લગાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો