September 11, 2026
અપરાધદેશરાજકારણ

મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ આ હિંસક હુમલાને અંજામ આપીને સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુવેન્દુ અધિકારીના અંગત સચિવ ચંદ્રનાથ રથ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલાખોરોએ તેમના પર ત્રણ રાઉન્ડ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક ગોળી તેમના માથામાં, બીજી છાતીમાં અને ત્રીજી પગમાં વાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી આ હિંસાને કારણે રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ચંદ્રનાથ રથની હત્યા કરનારા હુમલાખોરો કોણ હતા અને તેમની પાછળનો હેતુ શું હતો, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

હળવદના સાપકડા ગામે કૌટુંબિક ભાઈ-ભત્રીજાએ વૃદ્ધની જમીન હડપ કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી 

Ahmedabad Samay

હલ્‍દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો, પોલીસ સ્‍ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓને સંપૂર્ણ છૂટ આપી,આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે

Ahmedabad Samay

દેશનું દિગ્‍ગજ બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપ હવે આઈફોન વેચશે

Ahmedabad Samay

રાજકોટ નજીક ડીવાઇડરમાંથી આડે ઉતરેલા આઇસરમાં કાર ઘૂસી જતાં ડ્રાઇવર સહિત પાંચ લોકો ઘવાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો