September 22, 2026
જીવનશૈલી

વિજ્ઞાનીઓએ એવું ટૂલ બનાવ્‍યું કે જેનાથી જાણી શકાશે તમારું મૃત્યુ ક્યારે થશે

માણસનું મોત ક્‍યારે થશે? આ એક એવો રહસ્‍યમયી સવાલ છે, જેનો જવાબ આજ સુધીમાં કોઈ નથી આપી શક્‍યું. પણ વિજ્ઞાન અને ટેકનિકની દુનિયામાં હવે કંઈક એવું થયું છે, જે રહસ્‍ય પરથી પડદો ઉઠાવવાની એકદમ નજીક છે. વિજ્ઞાનીઓએ એવું ટૂલ બનાવ્‍યું છે, જે માણસના જીનોમ એનાલિસિસ કરી એ અનુમાન લગાવી શકે છે કે તેની બાયોલોજિકલ ઉંમર કેટલી છે. તેનું શરીર ક્‍યાં સુધી સાથ આપશે.

હાર્વર્ડ મેડિકલ સ્‍કૂલ અને જાપાનની તોહોકૂ યૂનિવર્સિટીના શોધકર્તાના નેતૃત્‍વમાં કરેલી આ સ્‍ટડીને નેચર જર્નલમાં પ્રકાશિત કરી છે. આ નવી ટેકનિક સાયન્‍સ ફિક્‍શનને હકીકતમાં બદલવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

અત્‍યાર સુધી આપણે આપણી ઉંમરનો અંદાજો એ વાત પરથી લગાવતા હતા કે આપણા જન્‍મને કેટલા વર્ષ વીતી ચૂક્‍યા છે, જેને ક્રોનોલોજિકલ ઉંમર કહેવાય છે, પણ વૈજ્ઞાનિકોએ હવે ટ્રાંસક્રિપ્‍ટોમિક ક્‍લોક નામનું એક નવું ટૂલ તૈયાર કર્યું છે, જે વર્ષ-મહિનાની જગ્‍યાએ આપણા શરીરની કોશિકાઓની કામ કરવાની રીતના આધાર પર બાયોલોજિકલ ઉંમરને માપે છે.

આ ટૂલને વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ ચાર અલગ અલગ પ્રજાતિ-ઉંદર, ઉંદરની એક અન્‍ય પ્રજાતિ, રીસસ મકાઉ વાનર અને માણસોના લગભગ ૧૧,૦૦૦ જીન એક્‍સપ્રેશન પ્રોફાઈલ એટલે કે ટ્રાંસક્રિપ્‍ટોમ્‍સનું ઊંડાણપૂર્વક અભ્‍યાસ કર્યો છે. વૈજ્ઞાનિકોએ શરીરના ૨૫ અલગ અલગ ટિશ્‍યૂની તપાસ કરી. આ સમજવાની કોશિશ કરી કે ઉંમર વધવાની સાથે અથવા જીવનકાળને પ્રભાવિત કરનારા બદલાવો દરમ્‍યાન કયા ઝીન સક્રિય અથવા નિષ્‍ક્રિય થાય છે.

આ અગાઉ પણ વૈજ્ઞાનિકોએ ઉંમરને શોધવા માટે એપિઝેનેટિક ક્‍લોક્‍સનો ઉપયોગ કર્યો હતો. જૂની ટેકનિક મુખ્‍યત્ત્વે ડીએનએમાં સમય અને તણાવના કારણે થનારા રાસાયણિક બદલાવો, જેમ કે મિથાઈલેશનની પ્રક્રિયા પર નિર્ભર હતા. તેમાં ડીએનએના એ ભાગની તપાસ થતી હતી, જ્‍યાં સાઈટોસિન ન્‍યૂક્‍લિયોટાઈડની બાજુમાં ગ્‍વાનિન હતા.

જૂની ટેકનિક હંમેશા સટીક પરિણામ નથી આપતી. બ્રિટનની બર્મિઘમ યૂનિવર્સિટીના નિષ્‍ણાત જોઆઓ પેડ્રો ડી મેગલેએસ અનુસાર, પહેલાના ટ્રાંસક્રિપ્‍ટોમિક બાયોમાર્ક્‍સમાં સટીકતાની કમી હતી. પણ આ નવી સ્‍ટડીએ જે સૂક્ષ્મતા અને સટીકતાને પ્રાપ્ત કરી છે. તે જૂની એપિઝેનેટિક ક્‍લોકને ટક્કર આપી છે. માણસના શરીરની અંદર ચાલી રહેલી ગતિવિધિઓની વધારે સટીક માળખું રજૂ કરે છે.

અધ્‍યયન દરમ્‍યાન વૈજ્ઞાનિકોને ખૂબ જ રસપ્રદ વાત જાણવા મળી. તેમણે જોયું કે ઈમ્‍યૂન સેલ હોય કે સ્‍ટેમ સેલ હો, લિવરની કોશિકાઓ હોય કે પછી માંસપેશીઓ- આ તમામમાં ઉંમર વધવાની સાથે એક જેવું મોલિક્‍યૂલર બદલાવ આવે છે.

આ રિસર્ચના મુખ્‍ય લેખક એલેક્‍ઝેન્‍ડર ત્‍યશકોવસ્‍કીએ જણાવ્‍યું કે, જે કોશિકાઓમાં સ્‍વસ્‍થ કોશિકાઓ વિભાજન અને ઘા ભરવા સાથે જોડાયેલ ઝીન સક્રિય હતા. તે ધીમી ગતિથી વૃદ્ધ થઈ રહ્યા હતા. તેની ઉલ્‍ટા જે કોશિકાઓમાં સોજો અને કોશિકા મૃત્‍યુ સાથે જોડાયેલ ઝીન વધારે સક્રિય જોવા મળ્‍યા. તે ઝડપથી વૃદ્ધ અને મોતની નજીક જઈ રહ્યા હતા.

આ સ્‍ટડીના વરિષ્ઠ લેખક વાદિમ ગ્‍લેડિશેવનું કહેવું છે કે એઝિગ ક્‍લોક્‍સ ભવિષ્‍યમાં સારવારની રીત એકદમ બદલી નાખશે. તેની મદદથી ડોક્‍ટર કોઈ પણ દર્દીની જૈવિક ઉંમરના હિસાબથી તેનો વ્‍યક્‍તિગત ઈલાજ કરી શકશે. સૌથી મોટો ફાયદો દવાઓના ક્‍લિનિકલ ટ્રાયલમાં થ

Related posts

વાયરલ ફીવરના દુખાવાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

Ahmedabad Samay

શું દરરોજ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે? જાણો ચહેરા સિવાય અન્ય કયા ભાગો પર કરવો ઉપયોગ

Ahmedabad Samay

તાવ, ખાંસી અને શરદીમાં ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 3 વસ્તુઓ, જાણો કેમ?

Ahmedabad Samay

સાંજના નાસ્તામાં મકાઈથી બનાવો આ 2 સ્વાદિષ્ટ વાનગીઓ, વરસાદમાં મજા થઈ જશે બમણી

Ahmedabad Samay

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

ઇંડા કે દૂધ, શેમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જાણો કોનાથી કેટલો ફાયદા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો