September 25, 2026
ગુજરાત

રાજકોટ કલેકટર કચેરીમાં કિશન ભરવાડ મુદ્દે આવેદન પત્ર આપવા આવેલ ટોળા હિંસક બનતાં પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.

ધંધુકામાં સોશિયલ મિડીયામાં પોસ્‍ટ મુકવા મામલે થયેલી કિશન ભરવાડની હત્‍યાના વિરોધમાં રાજકોટમાં ભરવાડ-માલધારી સમાજના હજારો લોકોએ કલેક્‍ટર કચેરીએ પહોંચી  રજૂઆત કરી હતી. આ દરમિયાન કેટલાક શખ્‍સોએ ટોળા સ્‍વરૂપે હાકલા પડકારા સાથે પોલીસ કમિશન કચેરીથી ગિરનાર સિનેમાવાળા રોડ પર અને ગેલેકસી સિનેમા સામે આવેલી દૂકાનો પર પહોંચી કાંકરીચાળો કરી દૂકાનો બંધ કરાવી અશાંતિ સર્જવાનો પ્રયાસ કરતાં પોલીસે આકરો મિજાજ બતાવી લાઠીચાર્જ કરી ટોળા વિખેરવા પડયા હતાં. જેમાં એક યુવાનને ઇજા થઇ હતી. તો કેટલાક શખ્‍સોએ ઝપાઝપી કરી એક પીએસઆઇને પણ ઘાયલ કર્યા હતાં.

કલેક્‍ટર કચેરીએ મોટી સંખ્‍યામાં પહોંચેલા માલધારી-ભરવાડ સમાજના અને હિન્‍દુ સમાજના લોકોએ આરોપીને ફાંસીએ લટકાવવામાં આવે અને મૃતકના સ્‍વજનોને ન્‍યાય અપાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. એક તબક્કે આજે રાજકોટ બંધનું એલાન અપાયું હતું. પરંતુ ગઇકાલે પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ બંધનું એલાન પાછુ ખેંચાયુ હતું અને કલેક્‍ટર કચેરીએ મર્યાદિત સંખ્‍યામાં આગેવાનો, કાર્યકરોએ પહોંચી શાંતિપુર્વક આવેદન પાઠવવાનો નિર્ણય લેવાયો હતો.  એ અંતર્ગત આજે સવારે અગિયારેક વાગ્‍યે માલધારી સમાજ, ભરવાડ સમાજ અને બીજા હિન્‍દુ સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્‍યામાં કલેક્‍ટર કચેરીએ ઉમટી પડયા હતાં.

આ વચ્‍ચે રેસકોર્ષ રીંગ રોડ અને પોલીસ કમિશનર કચેરીથી ગિરનાર ટોકીઝ તરફ જતાં રોડ પર ટોળાએ હોહા દેકારો મચાવી, કાંકરીચાળો કરી દૂકાનો બંધ કરાવી કાયદો હાથમાં લેવા પ્રયાસ કરતાં અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતાં અગાઉથી જ બંદોબસ્‍તમાં રહેલા પોલીસ અધિકારીઓએ આ તમામને શાંતિથી વિખેરાઇ જવા અને કલેક્‍ટર કચેરીએ જઇ રજૂઆત કરવા સમજાવ્‍યા હતાં. પરંતુ ટોળુ વિખેરાઇ જવાને બદલે દૂકાનો બંધ કરાવવા માંડતા અને પ્ર.નગર પીએસઆઇ કે. ડી. પટેલ  સાથે કેટલાકે તેમની સાથે ઝપાઝપી કરી ઇજા પહોંચાડતાં પોલીસને ટોળુ વધુ હિંસક બને એ પહેલા તેને વિખેરવા લાઠીચાર્જ કરવો પડયો હતો. જેમાં એક ભરવાડ યુવાનને ઇજા થઇ હતી.
દરમિયાન એક ટોળુ રેસકોર્ષ રીંગ રોડ પર ગેલેક્‍સી સિનેમા સામે પહોંચ્‍યું હતું. ત્‍યાં પણ દૂકાનો બંધ કરાવતાં અને કેટલાકે પોલીસ સાથે ગાળાગાળી કરતાં પોલીસ પણ આકરી બની હતી અને લાઠીચાર્જ કરી ટોળુ વિખેરવું પડયું હતું. ડીસીબીના પીઆઇ એક હાથમાં ધોકા અને એક હાથમાં સર્વિસ રિવોલ્‍વર સાથે ટોળા પાછળ દોડતાં નાસભાગ મચી ગઇ હતી. તેમનો આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

ગિરનાર સિનેમા સામે લાઠીચાર્જ થતાં ટોળામાંથી કેટલાક સીપી કચેરીના ગેઇટ સામેની જીલ્લા પંચાયતની વંડી કૂદી અંદર જતાં રહ્યા હતાં. રિતસરની નાસભાગ મચી ગઇ હતી. એ પછી રેસકોર્ષ રીંગ રોડ પર પણ પોલીસે સમજાવવા છતાં ટોળામાંથી અમુક ન સમજતાં અને હિંસક બનતાં અહિ પણ પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો.

Related posts

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

Ahmedabad Samay

SPS સેક્યુરીમાં કોરોનાકાળમાં આવી મોટી ભરતી

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો