February 8, 2025
અપરાધગુજરાત

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં પહેલા પાડોશી સામે ફરિયાદ નોંધાવી હતી, આંબાવાડી વિસ્તારમાં રહેતા સાવિત્રીબેન ભીલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના બ્લોકની સામે રહેતા લક્ષ્મણભાઈ સાથે તેમને સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જે બાબતે સમાધાનની વાતચીત ચાલી રહી હતી પરંતુ લક્ષ્મણજીએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી. જે બાદમાં તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. સાવિત્રીબેને નીચે જઈને તેમને આવું ન કરવા માટે કહેતા લક્ષ્મણભાઈ અને તેમના ભત્રીજા ઉશ્કેરાઈ ગયા હતા અને સાવિત્રીબેનના સંબંધીને હાથના ભાગે પાઈપનો ફટકો માર્યો હતો. આટલું જ નહીં, લક્ષ્મણભાઈની દીકરીએ સાવિત્રીબેનના વાળ પકડીને તેમને નીચે પાડી દીધા હતા. સાવિત્રીબેન ઊભા થવા જાય તે પહેલા જ લક્ષ્મણભાઈએ ક્યાંથી તલવાર લઈને તેમને મોઢાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. જેથી સાવિત્રીબેન લોહીલુહાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ફરિયાદીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અહીં સાવિત્રીબેનને ૮૮ ટાંકા લેવા પડ્યાં હતાં. આ દરમિયાન કનુભાઈ નામના એક વ્યક્તિ પણ બંને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તેમને કલ્પેશ ઉર્ફે દપ્પા એ ચપ્પાનો એક ઘા માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.

Related posts

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

આમ આદમી તરફથી ઇન્દ્રપુરી વોર્ડમાં બબીતા જૈને અપાઇ ટીકીટ

Ahmedabad Samay

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો