August 9, 2026
Other

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

અમદાવાદના ધંધુકામાં પરિવારની સાથે રહેતા કિશન ભરવાડ નામના યુવકની હત્યા વિધર્મી દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે. આ ઘટના બાદ રાધનપુરના શેરગઢ ગામમાં એક વિધર્મી યુવક દ્વારા યુવતીની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસીને યુવતીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી.

આ ઘટના બાદ ચૌધરી સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. તેથી રાધનપુરમાં ચૌધરી સમાજના લોકો, ભરવાડ સમાજના લોકો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ વિધર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.

પોલીસ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ ખૂબ જ ઝડપથી આ કેસમાં કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેવામાં આવી હતી. જેમાં તેમને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે,મારે આ વાત કહેવી ન હતી પરંતુ ચૂંટણી માથે છે ત્યારે હિન્દુને જાગૃત કરતી પોસ્ટ જોવા મળી રહી છે એટલે હિન્દુઓને યાદ કરાવવું છે. રાજ્યમાં પ્રતિદિન બે હત્યા અને ચાર બળાત્કાર થાય છે. જેને ન્યાય મળે છે જે નહીં તેને કોઈ પૂછતું પણ નથી અને કોઈને રસ પણ નથી હોતો કારણ કે, આરોપીઓ વિધર્મી નથી હોતા. તો શું માત્ર વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા અપરાધના કેસમાં જ ન્યાય મળશે?

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક સમરસતાના કાવતરાનો ભોગ ન બનતા સ્વ. કિશન ભરવાડ સાથે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે અને કાયદાના હાથ લાંબા છેઅને ન્યાયપાલિકાના દાયકાઓ ધક્કા બાદ ન્યાય મળે છે. આના કરતાં તપાસ પછી જેટલા આરોપીઓ છે તેને વિકાસ દુબેની જેમ ગાડીનો રાઉન્ડ મરાવો અને આપણા ત્યાં તો રસ્તા પર ખાડા વાળા અનુકૂળ છે એટલે ગાડી 40ની સ્પીડ પર આવતાની સાથે જ ગમે ત્યારે પલટી મારી જશે.

Related posts

નમો સેના દ્વારા ગુજરાતમાં નવરાત્રી પર્વ પહેલા નિઃશુલ્ક અને સાર્વજનિક મહાલક્ષ્મી માતાનું પૂજન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

Ahmedabad Samay

તરુણ શર્માને બજરંગ દળ હિંદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

છુટા-છેડા ને લઇ કાયદાકીય બાબતે મહત્વની વાતો એડવોકેટ ઓઢવેલની ડાયરીથી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો