September 27, 2026
ગુજરાતઅપરાધ

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ ગઇ છે. આજે, બુધવારે ચુકાદમાં કોર્ટે બંને આરોપી કિશન માથાસુરીયા અને જશા સોલંકીને દોષિત જાહેર કર્યાં છે. પોસ્કોની કલમ ૬/૧ મુજબ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા છે અને ૬/૧ ની કલમમાં ફાંસીની સજાની જોગવાઇ છે. સરકારી વકીલે બંને આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી છે. આ કેસના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટરે આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેસ્ટ હોવાનું જણાવી બંને આરોપીઓને મૃત્યુદંડની સજા કરવા રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, ૨૮ નવેમ્બર ૨૦૧૯ની રાત્રે બે નરાધમોએ એક સગીરાને પીંખી નાખી હતી. પોલીસે ગત વર્ષે ૨૨ જાન્યુઆરીના રોજ ચાર્જશીટ ફાઈલ કરી હતી

 

તેના પાંચ દિવસ બાદ એટલે કે ૨૭ જાન્યુઆરીએ કેસની ટ્રાયલ શરૃ થઈ હતી. આ ઘટનાની વિગત ચકાસીએ તો, ૨૮ નવેમ્બર ૨૦૧૯ના રાતે સવા આઠની આસપાસ ૧૪ વર્ષની કિશોરી તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડ પર ગઇ હતી. નવલખી ગ્રાઉન્ડમાં આવેલા ટ્રાન્સફોર્મરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કિશોરી અને તેનો મંગેતર મોપેડ પાર્ક કરીને બેઠા હતા. આ દરમિયાન આરોપીઓ કિશન કાળુભાઇ માથાસુરિયા (રહે.તરસાલી ગુરુદ્વારા ફૂટપાથ પર, મૂળ રહે. રાજકોટ ) અને જશો વનરાજભાઇ સોલંકી (રહે. રાજાનંદ બિલ્ડીંગ પાસે, સોમા તળાવ, મૂળ રહે.અમરેલી )આવ્યા હતા. આરોપીઓએ બંનેને ધમકાવ્યા હતા જેથી તેઓ પોતાનું વાહન લઇને ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા.

પરંતુ આરોપી જશાએ વાહનની ચાવી લઇને મોપેડમાં મુકી દીધી હતી. આ દરમિયાન બીજો આરોપી કિશન છોકરીને લઇને ઝાડીઓમાં જતો રહ્યો હતો. ત્યારે સગીરાના મંગેતરે બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપીઓએ તેને ધક્કો મારીને ફેંકી દીધો હતા. જે બાદ ઝાડીઓમાં લઇ જઇને બંનેએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને અકુદરતી સેક્સ પણ કર્યું હતું. સગીરાએ આ યુવાનોને પહેલા જ કહ્યું હતું કે, જો તમે પોલીસ છો તો મને મારી મમ્મી સાથે ફોન પર વાત કરાવી દો કે અમને પોલીસ સ્ટેશન લઇ, જાવ મને કેમ આવી રીતે લઇ જાવ છો. જે બાદ મંગેતરને પણ માર માર્યો હતો. નરાધમોએ સગીરાનું મોઢુ દબાવી ઝાડીઓમાં ખેંચી જતાં મંગેતરે પોલીસને કોલ કર્યો હતો પરંતુ કોલ નહીં લાગતા તેણે મિત્રને જાણ કરી હતી.

તેના બે કોલના ઓડિયો વાયરલ થયા હતા. આ કોલમાં તેણે મિત્રને કોલ કરી જણાવ્યું હતું કે, એ ભાઇ.. મેરી ફન્ટરકો ઝાડીઓમે લે ગયે, જલ્દી વે, પુલીસવાલો કો ફોન નહીં લગ રહા હૈ ભાઇ, દો-તીન જને અંદરથી ફટકે લેકે આયલે, મેરી ફન્ટરકો અંદર ખેંચ ગયે ઝાડીયો મેં. મેં ભગ કે ઇધર આયા. વે જલદી ફોન કરને પુલીસ વાલે કો. તું ટોલે કો લેકે આ જલ્દી આ..ફટકે લેકે આઇયો ફટકે.. વે જલ્દી આ પન કીતને જનો કો લેકર આયેગા..વે મરી ફન્ટર કો માર વાર ડાલેંગે તો ખોટી, જલદી આ. સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રવિણ ઠક્કરે ૭૦ પાનાની દલીલો રજૂ કરી હતી.જેમાં જણાવ્યું હતું કે, પીડિતાએ ફરિયાદ કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.જાતીય ગુનાઓ વિરૃદ્ધ બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-૨૦૧૨ની કલમ ૪ (૨), ૬ (૧), ૮, ૧૦, ૧૭નો કેસ પુરવાર થાય છે.

આરોપીઓએ ૧૪ વર્ષની બાળકી પર ખૂબ જ બેરહેમી પૂર્વક ગુના આચર્યો છે. જે જધન્ય પ્રકારનો અપરાધ છે.અને એક પ્રકારનું રાક્ષસી અને પિશાચી ગણી શકાય તેવું કૃત્ય છે. આ કૃત્યથી નાની ઉંમરની બાળાનું જીવન બરબાદ થઇ ગયું છે અને તેને આઘાત લાગ્યો છે. આરોપીઓએ આચરેલો ગુનો રેરેસ્ટ ઓફ ધ રેર પ્રકારનો છે.પોક્સો એક્ટની કલમ હેઠળ મૃત્યુદંડની સજાની જોગવાઇ છે.

Related posts

વડોદરા: MS યુનિવર્સિટીમાં યોજાયેલા દર્શન રાવલના કોન્સર્ટમાં ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કી, 30 વિદ્યાર્થી બેભાન થયા

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં લુખ્ખા તત્વો અને બુટલેગરો બન્યા બેફામ, બાબુદાઢીથી પ્રજા પોકારી રહી છે ત્રાહિમામ ત્રાહિમામ

Ahmedabad Samay

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો