“કૃષ્ણનગરમાં ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે..
આરોપી દંપતીએ આર્થિક પરિસ્થિતિના કારણે લૂંટ કરવા નહીં પરંતુ મોજશોખ કરવા માટે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પકડાયેલ લૂંટ પ્રયાસ કેસમાં દંપતિ રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં આરોપી મહિલા યોગીતાની લાઈફ સ્ટાઇલ જોઇ પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણકે આરોપી યોગીતા સેલિબ્રિટીની જેમ રહેતી હતી.
જેમા પોલીસે ઘરે તપાસ કરતા 100 થી વધુ ડિઝાઇનર કપડા, શુઝ સહીત વસ્તુઓ શોખીન હોવાથી ખૂબ ખર્ચા થતા હતાં. જેનાં કારણે પૈસાની તંગી હોવાથી લૂંટ કરવાનો વિચાર બનાવ્યો છે. લૂંટ કરીને મોજશોખ પૂરા કરવા દિલ્હી ભાંગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે લૂંટ પ્રયાસ કેસમાં રિવોલ્વર આપનાર અને મદદગારી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી દંપતિને રિવોલ્વર આપનાર મનીષ બિપિન પટેલએ માત્ર 500 રૂપિયામાં રિવોલ્વર આપી હતી. જે બાદ પરત આપી દેવાની હતી. પોલીસે આમર્સ એક્ટ મુજબ ગુનામાં પકડેલ મનીષ પટેલ કુખ્યાત બુટલેગર બીપીન પટેલનો પુત્ર છે. જો કે પકડાયેલ ભરત ગોહિલ અને યૉગીતા બન્ને આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવા નહીં પણ મોજશોખ પૂરા કરવા લૂંટ પ્લાન ઘડ્યો હતો.
https://youtu.be/Ksx6qyhiHA0
પોલીસે આરોપીના માતા-પિતાની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, આરોપી મહિલા યોગીતા પોતાની સાસુને સામાન્ય ઝઘડામાં છરી વડે હુમલો કરવાની ધમકી અવાર નવાર આપતી હોય છે. એટ્લે આરોપી દ્રારા સાસુ-સસરાને માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને આરોપી ધરપકડ કરી વધું તપાસ હાથધરી છે.