September 21, 2026
ગુજરાત

1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવામાં આવશે

અમદાવાદના શહેરીજનો માટે આજે પણ ઘરના કચરાનો સમયસર નિકાલ થવો એ મોટી સમસ્યા છે. મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે કરોડો રૂપિયા ઘેર ઘેરથી કચરો એકઠો કરવા પાછળ ખર્ચાઈ રહ્યા છે. આ કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરોને કચરામાંથી કંચન મળી રહે છે, તેમ છતાં ડોર ટુ ડોરમાં અનેક પ્રકારના ધાંધિયાં ચાલે છે. તેમાંય સૂકો અને ભીનો કચરો અલગ કરવાના મામલે તો આજેય લોલમલોલ ચાલતું હોઈ આગામી તા. 1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવાની દિશામાં શહેરના શાસકોએ કવાયત આરંભી છે.

અગાઉ ડોર ટુ ડોરની કામગીરીમાં વિવિધ મંડળીઓ કામે લાગી હતી. જોકે તેમાં લાગતા-વળગતાઓ દ્વારા તેમની ગણાતી મંડળીઓને યેનકેનપ્રકારેણ સાચવી લેવાની વૃત્તિ સીમા પારે પહોંચતા લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતા. કાગળ પરની મંડળીઓને લાખો રૂપિયા ચૂકવાયા હોવાનાં કૌભાંડ સર્જાયાં હતાં. અનેક કોર્પોરેટરો ઘરની મંડળીઓ ચલાવતા હતા.

આ બધાં દૂષણોને ડામવા સુરતની જેમ ડોર ડુ ડોરમાં કંપનીઓને બોલાવાઈ હતી, જેમાં તેમને લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાયા છે, પણ હવે કોન્ટ્રાક્ટરોને સાચવવાની તરકીબો થવા લાગી છે. ડોર ટુ ડોરને પણ કોન્ટ્રાક્ટરોના લાભાર્થે ડોર ટુ ગેટ બનાવી દેવાયો છે અને તેમાં પણ સૂકો અને ભીનો કચરો અલગ કરીને લઈ જવાના મામલે તો રીતસરની વેઠ ઉતારાઈ છે. માંડ બેથી ચાર ટકા કચરો અલગ જોવા મળે છે. કચરાની ગાડીમાં મહદ્અંશે તમામ પ્રકારનો કચરો સાથે જ ઠલવાઈને જઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં મ્યુનિ. સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ચૂપચાપ તેને નિહાળી રહ્યો છે.

શાસકોએ લોકો સૂકો અને ભીનો કચરો જુદો કરીને આપે તે દિશામાં બીડું ઝડપ્યું છે, જે માટે શહેરનાં તમામે તમામ 16.5 લાખ ઘરમાં 10 લિટરની ક્ષમતાનાં બે-બે ડસ્ટબિન મફતમાં આપવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

ઘાટલોડિયા વિધાનસભા હેઠળના થલતેજ વોર્ડમાં 25 હજાર ડસ્ટબિન પૈકી 17હજારનું વિતરણ થઈ ચૂક્યું છે. ઘાટલોડિયા વોર્ડમાં 25 હજાર પૈકી આઠ હજારનું વિતરણ, બોડકદેવમાં 25 હજાર ડસ્ટબિન પૈકી બે હજાર ડસ્ટબિનનું વિતરણ કરાયું છે.

Related posts

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિંહ ભદૌરીયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

ગુજરાતમાં હવે દારૂની પરમિટ મેળવવી વધુ સરળ, હવે ઓનલાઇન ફોર્મ ભરી શકશે

Ahmedabad Samay

અમદાવાદ ગોઝારો અકસ્માત: મોડી રાત્રે જગુઆરે 25 લોકોને કચડી નાખ્યા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 16 ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો