August 7, 2026
ગુજરાતઅપરાધ

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી ઉપર ફરી ઉઠ્યા છે મોટા સવાલ રાજ્ય સરકાર દ્વારા દારૂ બંધી માટે મોટા મોટા બેનરો બનાવીને મોટી મોટી વાતો ફક્ત બેનરો પૂર્તિજ રહી જાય છે,

મેમકો વિસ્તારમાં ધાબા વાળી ચાલી ગેટ નંબર ૦૩ પાસે શહેર કોટડા પોલીસ સ્ટેશનની રહેમ રાહે અને હપ્તા ખોરીના લીધે ચાલતા દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે ત્યાંના રહેવાસીઓ દ્વારા અનેક વાર દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ફરિયાદ આપવા હોવા છતાં પોલીસના હપ્તા રાજના કારણે દેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમ ધમે છે

પરંતુ પોલીસના હપ્તા ખોરીના કારણે આજે સુરતમાં બનેલો ગ્રીષ્મા જેવા કિસ્સા આજે મેમકો વિસ્તારમાં બનતા રહી ગયો, જિનલ (નામ બદલેલ છે) તેની માતા સાથે ઘરે જઇ રહી હતી તે સમયે દેશી દારૂના અડ્ડા પર દારૂ પીધેલ હાલતમા નરાધમોએ યુવતીનો હાથ પકડી લીધો અને તેની છેડતી કરવા લાગ્યા અને તેના સાથે સેલ્ફી પડાવવા માટે જોર જબરજસ્તી કરવા લાગ્યા, યુવતી સમય સુચકતા અને હિંમતજુટાવી ત્યાંથી નસીછુટવામાં સફળ રહી નહીતો સુરતમાં જેવો કિસ્સો અમદાવાદમાં બનતા વાર ન લાગત.

યુવતીના ભાઇ અને માતા ને અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા ગયા તો ત્યાં બુટલેગરો દ્વારા આપવામાં આવતા હપ્તા ને લીધે પોલીસ દ્વારા પહેલા તો આના કાની કરવામાં આવી પોલીસે પોતાની ફરજથી ગદારી કરી હપ્તા લીધેલા લોકોની વફાદારી કરવા લાગ્યા, સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવતા પોલીસે આ અંગે થોડી ગંભીરતાથી લેતા અંતમાં ફરિયાદ નોંધી,

હવે જોવાનું એ રહ્યું કે આ પોલીસ કાર્યવાહી પોલીસ ક્યાં પ્રકારે કરે છે, યુવતીને ન્યાય અપાવશે કે દારૂના અડ્ડા વાળા પાસે મોટો હપ્તો લઇ મામલો અહીજ રફાદફા કરવામા આવશે.

આ સમગ્ર કિસ્સામાં પોલીસની અને સરકારની ઘોર બેદરકારી અને હપ્તા ખોરી સામે આવે છે મેમકો વિસ્તારમાં પોલીસની રહેમ રાહે દેશી દારૂના અડ્ડા ધોળાદિવસે કોઈના પણ બીક વગર ધમ ધમતા હોય છે અને બીજું કે તે વિસ્તારના કોર્પોરેટર અને અન્ય રાજકીય પક્ષોને પણ આની જાણ હોવા છતા ખોઇજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી

Related posts

અમદાવાદ સ્કૂલ ઑફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૧૫ મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

આગામી ત્રણ દિવસ રેડ એલર્ટ અને વધુ વરસાદની શક્યતાને પગલે તંત્ર સંપૂર્ણ સતર્ક

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જન-જાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો