September 20, 2026
ગુજરાત

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે સોમવારે શરૂ થયો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પુર્ણેશ મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતેની ગુજસેઇલની ઓફિસેથી આ સેવાનું ઉદઘાટન કરીને પ્રોજેકટને શરૂ કરવાની જાહેરાત કરી હતી.

આ પ્રોજેકટ આરોગ્ય વિભાગ અને જીવીકે -એમરીના સહિયારા પ્રયાસથી ચાલશે જે રાજ્યમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ચલાવે છે. આ એર એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ સેવા દ્વારા ઉપલબ્ધ રહેશે અને હોસ્પિટલથી એરપોર્ટ સુધી દર્દીને મફત લઇ જવાશે જો કે દર્દીના સગાઓએ એર એમ્બ્યુલન્સ સેવા માટે કલાકના ૫૫ થી ૬૫ હજાર રૂપિયા ઉપરાંત અન્ય એરપોર્ટ ચાર્જ પણ ચૂકવવો પડશે આ ચાર્જ ગુજસેઇલને ચુકવવો પડશે.

જીવીકે એમરીના અધિકારીએ કહ્યુ કે એર એમ્બ્યુલન્સને બુક કરવાની પ્રક્રિયા રોડ એમ્બ્યુલન્સ જેવી જ રહેશે જેમાં આ સર્વિસ લેવા ઇચ્છનાર વ્યકિતએ ૧૦૮ હેલ્પલાઇન ફોન કરીને દર્દીની વિગત, મેડીકલ હીસ્ટરી, કઇ હોસ્પિટલમાં દાખલ છે અને દર્દીને કયાં લઇ જવાનો છે તેની માહિતી આપવાની રહેશે.

અત્યારે આ સેવા ફકત ગુજરાતમાં જ આપવામાં આવશે. પણ ગુજરાત બહાર દર્દીને લઇ જવાની વિનંતી મેડીકલ એડવાઇસના આધાર પર સ્વીકારી શકાશે. આ સેવા માટે ૨૦ વર્ષ જુનુ બીચક્રાફ્રટ ૨૦૦ વિમાન વપરાશે. જે આ પહેલા મુખ્યપ્રધાન અને વીવીઆઇપી માટે હતું. એર એમ્બ્યુલન્સમાં એક ડોકટર અને બે પેરામેડીકલ સ્ટાફ રહેશે. વિમાન એક વેન્ટીલેન્ટર, ડીફાઇબ્રીલેટર, ઇસીજી મોનિટર વગેરેથી સજ્જ હોવાનું ગુજસેઇલના અધિકારીએ જણાવ્યું હતું.

Related posts

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય,પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય તો,વિનામૂલ્યે ત્વરિત નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

ત્રાગડ રોડ રેલવે ક્રોસિંગ થોડા સમય માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો