September 27, 2026
ગુજરાતબિઝનેસ

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

દેશની સૌથી મોટી વીમા કંપની એવી ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસીએ રોકાણકારોને નિરાશ કર્યા છે. એલઆઇસીના શેર આજે બીએસઇ અને એનએસઇ પર લિસ્‍ટ થયા છે.

વીમા કંપનીએ રોકાણકારોને લિસ્‍ટીંગના પ્રથમ દિવસે જે નુકશાનીની ‘ભેટ’ આપી છે કંપનીનો શેર બીએસઇ પર રૂા.૮૧.૮૦ રૂા.ના ડિસ્‍કાઉન્‍ટ એટલે કે ૮.૬૨ ટકાના ઘટાડા સાથે રૂા.૮૬૭ પ્રતિ શેર લીસ્‍ટ થયા છે તો એનએસઇ દર એલઆઇસીનો શેર ૮.૧૧ ટકાના ઘટાડા સાથે રૂા.૮૭૨ પર લીસ્‍ટ થયો છે. આ સાથે એલઆઇસીનું માર્કેટ કેપ ૫.૫ લાખ કરોડ થઇ ગયુ છે અને તે રિલાયન્‍સ, ટીસીએસ, એચડીએફસી અને ઇન્‍ફોસીસ પછી દેશની ૫મી સૌથી મોટી કંપની બની છે.  એલઆઇસીના શેરની પ્રાઇઝ બેન્‍ડ રૂા.૯૪૯ રાખવામાં આવી હતી. આ ઇસ્‍યુ થકી સરકારે રૂા.૨૧૦૦૦ કરોડ એકઠા કર્યા હતા. ઇસ્‍યુ ૩ ગણો ભરાયો હતો અને જે ૯મી મેના રોજ બંધ થયો હતો. રિટેલ  ઇન્‍વેસ્‍ટરો અને પોલીસી હોલ્‍ડરોને રૂા.૪૫ તથા રૂા.૬૦નું ડીસ્‍કાઉન્‍ટ અપાયુ હતું.એલઆઇસીમાં પૈસા રોકાનારાનો મુડ ખરાબ થઇ ગયો છે. પ્રી માર્કેટમાં ૧૨ ટકા શેર તુટયો હતો.જે રીતે લિસ્‍ટીંગ થયું તેનાથી રોકાણકારોને શેરદીઠ ૮૨ રૂા.નું નુકશાન થયુ છે.

Related posts

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો