September 23, 2026
ગુજરાત

વાહનચાલકો ચેતીજજો, કોઈપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંધન કરશે તો તેને ઈ-મેમો ફટકારાશે

ટ્રાફિક પોલીસ એક આઈટી કંપની સાથે મળીને ફોરેનની સિસ્‍ટમ મુજબ ચાલક લિમિટ કરતા વધુ સ્‍પીડે વાહન હંકારશે અથવા હેલ્‍મેટ કે સીટ બેલ્‍ટ પહેરેલો નહીં હોય તો ટ્રાફિકના સીસીટીવીમાં પકડાઈ જશે. ત્‍યારબાદ ઈ-ચલણ પણ ટ્રાફિક પોલીસ ઘરે મોકલી આપશે. ૫ કરતા વધુ ઈ-મેમો ભરવાના પેન્‍ડિંગ હશે તો વાહન ડિટેઈન કરી દેવાશે. એટલું જ નહીં હવે વાહનચાલક કોઈપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંધન કરશે તો તેને ઈ-મેનો ફટકારાશે. ઉલ્લેખનીય છે કે, અત્‍યાર સુધી સિગ્નલ ભંગ માટે જ ઈ-મેમો આવતા હતા.

અમદાવાદ સહિત રાજયભરના મહાનગરોમાં સ્‍માર્ટ સિટી અંતર્ગત દરેક ચાર રસ્‍તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્‍યા હતા. આ કેમેરા મારફતે ટ્રાફિક પોલીસ સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકોને ઈ-મેમો મોકલીને દંડ વસૂલતી હતી. આ ઉપરાંત અન્‍ય ટ્રાફિક પોલીસને રોડ કે ચાર રસ્‍તા પર ઉભુ રહેવું પડે છે. જેના લીધે ટ્રાફિક પોલીસને મોટા પ્રમાણમાં ખર્ચો થાય છે.

આ ઉપરાંત કેટલાક પોલીસકર્મીઓ ચાલકો પાસેથી મેમાના નામે દંડના પૈસા પોતાના ખિસ્‍સામાં મૂકી દેતા હોય છે. આવા કિસ્‍સાઓને ધ્‍યાનમાં રાખી પોલીસે ભ્રષ્ટાચાર રહિત અને લોકોને હેરાનગતિ ના થાય તે રીતે ટ્રાફિક નિયમન થાય તેવી મૌખિક ટકોર કરી હતી. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ, ટ્રાફિક જેસીપી મયંકસિહ ચાવડા અને હાઈપરલિંક ઈન્‍ફોસિસ્‍ટમ આઈટી કંપનીના સંચાલક હરનીલ ઓઝા દ્વારા જૂના સીસીટીવી કેમેરા સાથે સોફટવેર લિંક કરીને ફોરેન સિસ્‍ટમથી જેમ એક પ્રોજક્‍ટ તૈયાર કરવામાં આવ્‍યો છે.

આ પ્રોજેક્‍ટ એસજી હાઈવે તેમજ પકવાન ચાર રસ્‍તાથી તાજ હોટલ સુધીના માર્ગ પર ટૂંક સમયમાં શરૂ કરાશે. જેમાં જો કોઈ ચાલક લિમિટ કરતા વધુ સ્‍પીડે વાહન હંકારશે, કાર પર ડાર્ક ફિલ્‍મ, સીટ બેલ્‍ટ કે હેલ્‍મેટ પહેરેલ ન હોય તેમજ વાહનની નંબર પ્‍લેટ પર લખાણ હશે તો પણ સીસીટીવી મારફતે ઈ-મેમો ઘરે મોકલી દેવાશે. ઉલ્લેખનીય છે કે, ઓવરસ્‍પીડને ડિટેક્‍ટ કરવા આઠ લાખની કિંમતની સ્‍પીડગન નિષ્‍ફળ જતા હવે ટ્રાફિક પોલીસ દ્વારા નવો પ્રયોગ કરાયો છે.

Related posts

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Ahmedabad Samay

24/07/2026 શુક્રવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

Ahmedabad Samay

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

કોરોનાને લઇ સારા સમાચાર ૧૫૨૦ જેટલા બેડ ખાલી

Ahmedabad Samay

વેજલપુર વોર્ડના ઉમેદવાર મહેશભાઇ ઠાકોરે યોજી કોંગ્રેસની ઐતિહાસિક રેલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો