August 12, 2026
ગુજરાતતાજા સમાચાર

દિવાળીએ અમદાવાદીઓએ મેટ્રોની મજા માણી, મેટ્રોની સવારી પ્રથમ પસંદગી બની

આ દિવાળી અમદાવાદીઓ માટે થોડી ખાસ રહી છે કારણકે આ વર્ષે લોકોએ રિવરફ્રન્ટ ખાતે બનેલા અટલ બ્રિજની મુલાકાત કરી અને મેટ્રો ટ્રેનની મુસાફરીની પણ મજા માણી દિવાળી નો તહેવાર ઉજવ્યો હતો. આ વર્ષે મેટ્રો પ્રવાસ માટે લોકોની પ્રથમ પસંદ બની ગઈ હોવાથી તહેવારના દિવસે મેટ્રોમાં લોકોની ભીડ જોવા મળી હતી.

મેટ્રોની સવારી લેનારા લોકોએ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ સાથે એક સુખદ અનુભવ માણ્યો હતો. દિવાળી નિમિત્તે સ્ટેશન પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી કારણ કે લોકોએ પરિવહન માટે મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો હતો. સાથે જ મુસાફરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસાફરોના મતે, પ્રવાસીઓએ ઓછા ખર્ચે સારી મુસાફરી અને વિકાસ માટે મેટ્રોની પ્રશંસા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભીડને કારણે શહેરના અનેક સ્ટેશનો પર બુકિંગ સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી. ભીડને કારણે વસ્ત્રાલ, ગુરુકુલ મેટ્રો સ્ટેશનની બુકિંગ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી. અડધા કલાક સુધી બુકિંગ વિન્ડો બંધ રહેતા મુસાફરોની કતાર લાગી હતી.

Related posts

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચએ તાંડવ વેબ સિરીઝ સામે કરી લાલઆંખ,સૈફઅલી ખાન નું પૂતળા દહન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા ઐતિહાસિક નિર્ણય,ટ્રાફિક પોલીસ કોઇ પણ પ્રકારનો દંડ નહી વસુલી શકે.

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ, સ્પેશિયલ સ્પાઇન શૂઝ બનાવી આપવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો